<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

વિસાવદરના જાંબુથાળાના માલધારી યુવાનને મરવા મજબૂર કરનાર આરોપીઓની ધરપકડ ન થાય તો ૬ઠ્ઠીથી ઉપવાસ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૨૭: વિસાવદરના જાંબુથાળાના મકરાણી માલધારી યુવાનને મરવા મજબૂર કરનાર આરોપીઓની હજુ સુધી ધરપકડ થયેલ ન હોય આગામી તા.૬ઠ્ઠીથી ઉપવાસ આંદોલનના મંડાણની ચીમકી આપાઈ છે.

વિસાવદર મામલતદાર કચેરી ખાતે ગઈકાલે જાંબુથાળા નેસના રહેવાસીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું.આવેદનપત્રમાં જણાવ્‍યું હતું કે, જાંબુથાળાના માલધારી મકરાણી યુવાન સલીમભાઈને મરવા મજબૂર કરનાર આરોપીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ થયેલ હોય. આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં નહીં આવે તો તા.૬થી ઉપવાસ આંદોલનના મંડાણ કરીશું તેવી ચિમકી માલધારી આગેવાન સામતભાઈ ગઢવીએ ઉચ્‍ચારી છે.

ગુજરાત રાજ્‍ય સમસ્‍ત બલોચ મકરાણી સમાજના પ્રમુખ જહાંગીરભાઈ એચ.બલોચ (રિટાયર્ડ નાયબ મામલતદાર) એ મુખ્‍યમંત્રીશ્રી પટેલને (મારફત કલેકટર-જુનાગઢ) દ્વારા આવેદનપત્ર પાઠવી ન્‍યાય આપાવવા માંગણી કરી છે.

સમસ્‍ત બ્‍લોચ મકરાણી સમાજના પ્રમુખ જહાંગીર બ્‍લોચે જણાવ્‍યું છે કે, જુનાગઢ જીલ્લાના ગીર પશ્રિમ વિભાગના ડેડકડી રેન્‍જના વિસ્‍તારમાં સેટલમેન્‍ટનું ગામ જાંબુથાળા આવેલ છે. આ ગામ આઝાદીને ૭૮ વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધાઓથી વંચીત છે. અને વન વિભાગ સાથે અવારનવાર પ્રશ્‍નો ઉપસ્‍થિત થાય છે. અને ગેરવર્તનના કારણે જાંબુથાળા ગામના સેટલમેન્‍ટ ખેડુત હનીફભાઈ દાદમહમદ બ્‍લોચ તથા માલધારી સલીમ ઇસ્‍માઈલ બલોચ માનસિક ત્રાસથી કંટાળી મુલાકાતની ના પાડતા તે કચેરીમાંજ બે ઈસમોએ ઝેરી પદાર્થ ગટગટાવી અને પોતાની જીવન લીલા સંકેલી લેવા પ્રયત્‍ન કરેલ. જે પૈકી માલધારી સલીમભાઈ ઇસ્‍માઈલ બલોચનું દુઃખદ અવસાન થયેલ છે. અને તેમના પરીવારજનો નિરાધાર સ્‍થિતીમાં આવી ગયેલા છે. અને સબંધિત વન વિભાગના અધીકારી/કર્મચારીઓ સામે વીસાવદર સ્‍ટેશનમાં પોલીસ FIR.નં. ૧૧૨૦૩૦૭૦૩૫૦૪૧૮, તા.૧૮/૦૯/૨૫ ના રોજ નેંધાયેલ છે. આ બાબતે ન્‍યાય મળવા માંગણી છે.

(12:25 PM IST)