<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

પોરબંદરમાં મનસુખભાઇ માંડવીયાએ વિવિધ વિસ્‍તારોની મુલાકાત લઇને લોક પ્રશ્નો સાંભળ્‍યા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૭  : કેન્‍દ્રીય કેબિનેટ મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર શહેરના વિવિધ વિસ્‍તારોની મુલાકાત લીધી હતી. પોરબંદર જિલ્લાના  પ્રવાસ દરમ્‍યાન શહેરના વિવિધ વિસ્‍તારોમાં મંત્રીએ  પ્રશ્નો અને સમસ્‍યાઓની વિગતવાર માહિતી મેળવી હતી.

મંત્રી મનસુખભાઇએ ચુના ભઠા વિસ્‍તારમાં આવેલી જૂની રેલવે લાઇનનું નિરીક્ષણ કરીને તેના પુનઃઉપયોગ, પુનઃવિકાસ તથા આસપાસના વિસ્‍તારોમાં જનહિતના કાર્યો કેવી રીતે હાથ ધરવામાં આવે તે અંગે જરૂરી માહિતી મેળવી હતી. સુભાષનગર વિસ્‍તારમાં આવેલી પ્રગતિ હેઠળના જેટીના કાર્ય નિરીક્ષણ કરીને તટીય વિસ્‍તારોના માછીમારોને સુવિધા મળે તે દૃષ્ટિએ આગામી સમયમાં  વિકાસ કાર્યો હાથ ધરવા અંગે સમીક્ષા કરી હતી.

કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઇ સાથે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદરના ધારાસભ્‍ય અર્જુનભાઈ મોઢવાડીયા,  જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, જિલ્લા ભાજપ પ્રમુખ  ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગરભાઇ મોદી, ખારવા સમાજના પ્રમુખ પવનભાઇ શિયાળ સહિત જિલ્લા તંત્રના અધિકારીઓ, સ્‍થાનિક આગેવાનો તથા જનસામાન્‍ય મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:42 AM IST)