તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 27th September 2025
ભાયાવદર અને ખાખીજાળીયા ગામે જૂગારના દરોડાઃ ૧૧ પતાપ્રેમી પકડાયા
ભાયાવદરમાં મકાનમાં જૂગાર રમતા ૪ પકડાયાને ર ભાગી છૂટયાઃ ખાખીજાળીયા ગામે ગોડાઉનમાં જૂગાર રમતા ૭ પકડાયા

રાજકોટ તા. ર૭ :. ભાયાવદર પોલીસે ભાયાવદરમાં મકાનમાં અને ખાખીજાળીયા ગામે ગોડાઉનમાં ચાલતા જૂગારના હાટડા ઉપર રેઇડ કરી જૂગાર રમતા ૧૧ શખ્સોને ઝડપી લીધા હતાં. જયારે બે શખ્સો નાસી છૂટયા હતાં.
પ્રથમ દરોડામાં ભાયાવદર પોલીસે ભીમજી વાઘાભાઇ ચાવડા, રહે. આંબેડકનગર, ભાયાવદરના મકામાં રેઇડ કરી જૂગાર રમતા મકાન માલીક ભીમજી, અશ્વિન પીઠાભાઇ સોલંકી રહે. આંબેડકનગર, ભાયાવદર, રતિલાલ સોમાભાઇ સોલંકી રહે. આંબેડકરનગર, ભાયાવદર, કિશોર વાઘાભાઇ ચાવડા રહે. આંબેડકટરનગર ભાયાવદરને ઝડપી લીધા હતાં.
જયારે ધર્મેશ રામજીભાઇ ડોડીયા રહે. આંબેડકનગર ભાયાવદર તથા પ્રવિણ શકરાભાઇ સોલંકી રહે. આંબેડકરનગર, ભાયાવદર, નાસી છૂટયા હતા પોલીસે રોકડા રૂા. ર૯,૭૩૦ અને ત્રણ મોબાઇલ મળી કુલ પ૯,૭૩૦ નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
બીજા દરોડોમાં ભાયાવદર પોલીસે અરશી રણમલભાઇ સુવા ધંધો ખેતી કામ રહે. ખાખીજાળીયા ગામ, સુવાફળી બંધ ગોંડાઉનમાં રેઇડ કરી જૂગાર રમતા અરશી સુવા, મહેશ ઉર્ફે મેહુલ ભાદાભાઇ નંદાણીયા ધંધો ખેતી કામ રહે. ખાખી જાળીયા ગામ રામપરા, રમેશ ગોગનભાઇ સુવા ધંધો ખેતીકામ રહે. ખાખીજાળીયા ગામ સ્ટેશન પાછળ, દેવશી આલાભાઇ પીઠીયા ધંધો ડ્રાઇવીંગ રહે. ખાખીજાળીયા ગામ ડો. કાચા ના દવાખાનાની બાજુમાં, ગોવા નાથાભાઇ બારીયા ધંધો મજૂરી રહે. ઉપલેટા, યાદવ રોડ, રામ મેરામણભાઇ ડેર ધંધો ડ્રાઇવીંગ રહે. ઉપલેટા, સ્વામીનારાયણ સોસાયટી, મયુર પાનની બાજુમાં તથા સુરેશ સોમાભાઇ મકવાણા ધંધો મજૂરી રહે. ખાખીજાળીયા ગામ મફતીયાપરાને રોકડા રૂા. રપ,૭૦૦ અને પ મોબાઇલ ફોન મળી કુલ ૬૬,ર૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
