તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th September 2025
જામનગર જિલ્લાના ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ડેન્ટલ કેમ્પ યોજાયો : ૯૦થી વધુ દર્દીઓને સારવારનો લાભ
ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે જામનગરની ગવર્મેન્ટ ડેન્ટલ કૉલેજ અને હૉસ્પિટલના ડીન ડૉ. નયના પટેલ સહિતનાની આગેવાનીમાં તબીબોને સારવાર

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ તા.૨૭
ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે જામનગરની ગવર્મેન્ટ ડેન્ટલ કૉલેજ અને હૉસ્પિટલના ડીન ડૉ. નયના પટેલ તથા પ્રોસ્ટોડોન્ટિક વિભાગના વડા ડૉ. સંજય લગ્ડિવના માર્ગદર્શન હેઠળ વિશાળ ડેન્ટલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યલક્ષી કેમ્પમાં ડૉ. ધારા રાણા સહિતના તજજ્ઞ (એમ.ડી.એસ.) ડૉક્ટરોની ટીમે દર્દીઓની તપાસ કરી તથા જરૂરી સારવાર પૂરી પાડી હતી. કુલ ૯૦થી વધુ દર્દીઓએ આ કેમ્પનો સીધો લાભ લીધો હતો અને તબીબી સેવાઓથી લાભાન્વિત બન્યા હતા.
કેમ્પના સફળ આયોજન માટે ધ્રોલ સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. સાગર ગામી તથા તેમની ટીમે વિશેષ જહેમત ઉઠાવી હતી. સ્થાનિક લોકોએ આ પહેલને આરોગ્ય જાગૃતિ માટે મહત્વપૂર્ણ ગણાવી અને પ્રશંસા વ્યક્ત કરી હતી.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
