<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

ગુન્‍હાઓ કરવાની ટેવવાળા ઈસમો ઉપર સતત સર્વેલન્‍સ રાખવા બનાવવામાં આવેલ SAVAJ એપ્‍લિકેશનને રાષ્‍ટ્રીય સ્‍તરે SKOCII Award-૨૦૨૫ જુનાગઢને ફાળે

જુનાગઢ રેન્‍જ હેઠળના જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાઓ ખાતે

જુનાગઢ, તા.૨૭:  રેન્‍જ હેઠળના જીલ્લાઓ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી SAVAJ એપ્‍લિકેશન બનાવવામાં આવેલ છે. જેમાં આવા વારંવાર ગુન્‍હાઓ કરવાની ટેવવાળા અપરાધીઓ તેમજ અન્‍ય ગેરકાયદેસર પ્રવળત્તિઓમાં સામેલ વ્‍યક્‍તિઓનો ડેટાબેઝ જાળવી રાખે છે. ડેટાબેઝમાં રેકર્ડના રૂપમાં તમામ ગુનેગારોની અગાઉ આચરેલ ગુન્‍હાઓની માહિતી છે. તેમના ગુનાના સ્‍થળો અને અન્‍ય ગેરકાયદેસર પ્રવળત્તિઓ સૂચિબદ્ધ કરવામાં આવી છે.

આવા આરોપીઓના ગુન્‍હા-સ્‍થાનોનું મેપીંગ કરવામાં આવ્‍યું છે. જેથી દરેક પોલીસ કર્મચારીઓ કે જેઓ ચોક્કસ અધિકારક્ષેત્રમાં ફરજ બજાવતા નથી અને સ્‍થાનિક પોલીસ સાથે કોઈ સંકલન ન હોય તો પણ આવા ગુન્‍હેગારો આ રેકોર્ડના આધારે શોધી અને તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માટે પોલિસને સક્ષમ બનાવે છે તેમજ સંભવિત ગુન્‍હેગારોની હાજરી અને તેમના વાહનની વિગતોની પોલિસને માહીતી આપે છે.

આ ડેટાબેઝ પરના કોઈપણ ગુનેગાર અથવા તેના સાથીદારો દ્વારા કોઈપણ અસામાન્‍ય પ્રવળત્તિ કરતા જણાઈ આવે તો તેમના વિરુદ્ધ FIR, ધરપકડ વગેરેના સ્‍વરૂપમાં જવાબ આપવા માટે પોલીસને માહીતી આપે છે અને જો છેલ્લા ગુન્‍હામાં ગેંગના કેટલાક સભ્‍યોની કોઈ ભૂમિકા હોઈ તો પણ GUJCTOC કાયદાની જોગવાઈ મુજબ આવી ગેંગના તમામ સભ્‍યો વિરૂદ્ધ અલગ ગુનો નોંધી શકાય છે.

જેમા કુલ ૩૫૩૫ જેટલા ગુન્‍હાહિત ઇતિહાસ ધરાવતા આરોપીનો ડેટાબેઝ તૈયાર કરેલ અને તે આરોપીઓને કુલ ૩૭૦૦૦ થી વધુ વખત SAVAJ એપ્‍લિકેશન દ્વારા ચેક કરવામાં આવેલ છે. તેમજ સંગઠીત ગુન્‍હઓમાં કુલ ૧૧ ગેંગના કુલ ૮૨ આરોપીઓ વિરુદ્ધ GUJCTOC કાયદા હેઠળ, ૩૮૦ આરોપીઓ વિરુદ્ધ PASA હેઠળ તેમજ કુલ ૩૮૨ આરોપીઓ વિરુદ્ધ તડીપારની કાર્યવાહી કરવામાં આવેલ છે. જુનાગઢ રેન્‍જ આઇ.જી.પી શ્રી નિલેશ જાજડીયા  દ્વારા SAVAJ એપ્‍લિકેશન રાષ્‍ટ્રીય સ્‍તરે રીપ્રેસન્‍ટ કરવામાં આવેલ જેમાં વારંવાર ગંભીર ગુન્‍હાઓ કરવાની ટેવવાળા ઈસમો ઉપર સતત સર્વેલન્‍સ રાખવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી બનાવવામાં આવેલ SAVAJ એપ્‍લિકેશનને રાષ્‍ટ્રીય સ્‍તરે SKOCH Award-૨૦૨૫ પ્રાપ્ત થયેલ છે.

(12:26 PM IST)