<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ૪૭ ગામના રોડ ઉપર નવા સ્‍ટ્રક્‍ચર ૩૦ વર્ષના વિઝન સાથેનું પ્‍લાનિંગ

ધારાસભ્‍ય મહેશભાઈ કસવાલાના પ્રયાસોથી મુખ્‍યમંત્રી સડક યોજના હેઠળ રૂા. ૫૮.૦૭ કરોડના વિકાસ કાર્યો મંજૂર

સાવરકુંડલા, તા. ર૭: ધારાસભ્‍ય મહેશભાઈ કસવાલાના પ્રયાસોને પરિણામે મુખ્‍યમંત્રી સડક યોજના હેઠળ સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ગામો માટે રૂા. ૫૮.૦૭ કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. આ ગ્રાન્‍ટ મંજૂર થવાથી બંને તાલુકાના ગ્રામીણ વિસ્‍તારોમાં માર્ગ અને માળખાકીય સુવિધાઓનો કાયાકલ્‍પ થશે.

આ યોજના હેઠળ, સાવરકુંડલાના ૩૮ ગામો સાવરકુંડલા  શહેર, આંકોલડા, મેકડા, વિજયાનગર, દોલતી,ભમર, બોઘરયાળી વાશીયાળી, મેવાસા, ભેન્‍કરા, નાની વડાળ, ભોક્રરવા, ઘોબા, મોટા ભમોદ્રા, આંબરડી, પીઠવડી, ઘાંડલા, વણોટ, જીરા, નાના  ભમોદ્રા, ફીફાદ,  મોલડી, વિઠલપુર, ખડકાળા, જીરા, વંડા, જેજાદ, ઠવી, ધાર, પીપરડી, અભરામપરા, કરજાળા,  સીમરણ, બાઢડા, નવી આંબરડી, ખોદીયાણા, ધજ્‍ડી, ગાધકડા, અને લીલીયાના ૯ ગામો સલડી, વાઘણીયા, બોડીયા, ભેંસવડી, પુંજાપાદર, આંબા,મોટા લીલીયા,હરીપર,નાના રાજકોટ ને આવરી લેતા રસ્‍તાઓ અને નવા બ્રિજનું નિર્માણ થશે. આ કાર્યોનું આયોજન આગામી ૩૦ વર્ષના વિઝનને ધ્‍યાનમાં રાખીને કરવામાં આવ્‍યું છે, જેનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય લાંબાગાળે ગ્રામીણ કનેક્‍ટિવિટી જાળવી રાખવાનો છે.

નવા મંજૂર થયેલા કામોમાં ૩૩ નવા સ્‍ટ્રક્‍ચર (માઈનોર બ્રિજ, એપ્રોચ અને પ્રોટેક્‍શન વોલ, વેન્‍ટેડ કોઝવે, બોક્‍સ કલવર્ટ) નો સમાવેશ થાય છે. આ નવા સ્‍ટ્રક્‍ચરના નિર્માણથી ચોમાસા દરમિયાન ગામોની કનેક્‍ટિવિટી અટકશે નહીં અને નાગરિકોને અવરજવરમાં પડતી મુશ્‍કેલીઓનો અંત આવશે. આ ખાસ આયોજન ચોમાસાની પરિસ્‍થિતિઓને ધ્‍યાનમાં રાખીને કરવામાં આવ્‍યું છે, જેથી પૂર કે વરસાદના કારણે રસ્‍તાઓ બંધ ન થાય.

(12:30 PM IST)