તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 27th September 2025
જામનગરના ખીલોસ અને રણજીતપર ગામના ખેડૂતોએ વીજળી ન મળતા રાતે PGVCL કચેરીએ સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો
છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો ન મળતા ખેડૂતો પોતાના પાકની સિંચાઈ નથી કરી શકતા

જામનગર જિલ્લાના ખીલોસ અને રણજીતપર ગામના ખેડૂતોએ વીજળી ન મળતા મધરાતે PGVCLની કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો ન મળતા ખેડૂતો પોતાના પાકની સિંચાઈ નથી કરી શકતા. ઉપરાંત આઠ કલાકમાં માત્ર ત્રણથી ચાર કલાક જ વીજળી મળતી હોવાની ખેડૂતોની ફરિયાદ છે. વીજળીના ધાંધિયાથી કંટાળીને ખેડૂતોએ PGVCL કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે આકરો વિરોધ નોંધાવ્યો હતો. PGVCLના અધિકારીઓએ વીજ પુરવઠો પૂરતો અને સમયસર મળી રહેશે તેવી ખેડૂતોને ખાતરી આપી છે.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
