<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

વઢવાણ નજીક ખાણ ખનીજ વિભાગના દરોડા પડ્યા

૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયોઃખનીજ ચોરીમાં સંડોવાયેલા ચાર ડમ્પરોને જપ્ત કરવામાં આવ્યા હતા આ ડમ્પરોમાં ગેરકાયદેસર રીતે ખનન કરાયેલું ખનીજ ભરેલું હતુ

સુરેન્દ્રનગર,તા.૨૭

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા માટે ખાણ ખનીજ વિભાગે કડક કાર્યવાહી શરૃ કરી છે. ખાણ ખનીજ વિભાગની ટીમો દ્વારા વઢવાણ નજીકના વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેના પરિણામે એક કરોડ રૃપિયાનો માતબર મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, કેટલાક ખનીજ માફિયાઓ દ્વારા આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બ્લેક ટ્રેપ (Black Trap) અને અન્ય ખનિજોનું ખનન તથા વહન કરવામાં આવી રહ્યું હતું.

આ ગેરકાયદેસર પ્રવૃત્તિની માહિતી મળતા જ ખાણ ખનીજ વિભાગની ટીમોએ તાત્કાલિક દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન, ખનીજ ચોરીમાં સંડોવાયેલા ચાર ડમ્પરોને જપ્ત કરવામાં આવ્યા હતા. આ ડમ્પરોમાં ગેરકાયદેસર રીતે ખનન કરાયેલું ખનીજ ભરેલું હતું.

ખાણ ખનીજ વિભાગે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૃ કરી છે અને તમામ જવાબદાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરીની પ્રવૃત્તિને ડામવા માટે તંત્ર દ્વારા આ એક મહત્ત્વપૂર્ણ અને સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે.

 

(9:55 PM IST)