News of Saturday, 27th September 2025
વિકાસ તરફ ધ્રોલનું પગલું: ધારાસભ્ય મેધજીભાઈ ચાવડાના હસ્તે ₹3.08 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુર્હત
ધ્રોલના રહેવાસીઓ માટે સૌથી મોટી ભેટરૂપ :ખારવા ચોકડીથી આઈ.ટી.આઈ. સુધીના વોકિંગ ઝોનનું નિર્માણથી આ ઝોન શહેરના લોકોને સ્વાસ્થ્ય જાળવવા અને આરામથી ચાલી શકે તેવી સુરક્ષિત જગ્યા પૂરી પાડશે.

ધ્રોલ હવે આધુનિકતા તરફ વધુ એક પગલું ભરી રહ્યું છે, ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ અને અન્ય ગ્રાન્ટ્સના સહયોગથી મંજૂર થયેલા ₹3 કરોડ 8 લાખ 59 હજારના વિવિધ વિકાસના કામોનો ખાતમુહૂર્ત રવિવાર, તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ થવા જઈ રહ્યો છે. ધ્રોલના લોકપ્રિય ધારાસભ્ય મેધજીભાઈ ચાવડાના વરદ હસ્તે આ ભવ્ય વિકાસ કાર્યોનું ખાતમુર્હત કરવામાં આવશે.
જાહેર સુવિધાઓ પર વિશેષ ભાર આ વિકાસના કામોમાં ધ્રોલની જાહેર સુવિધાઓ અને માળખાકીય સુધારણા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જે પ્રોજેક્ટ્સનું ખાતમુર્હત થવાનું છે તેમાં મુખ્યત્વે શહેરની કાયાપલટ કરનારા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે: નવો વોકિંગ ઝોન: ધ્રોલના રહેવાસીઓ માટે સૌથી મોટી ભેટરૂપ છે ખારવા ચોકડીથી આઈ.ટી.આઈ. સુધીના વોકિંગ ઝોનનું નિર્માણથી આ ઝોન શહેરના લોકોને સ્વાસ્થ્ય જાળવવા અને આરામથી ચાલી શકે તેવી સુરક્ષિત જગ્યા પૂરી પાડશે.
* ગટર અને રસ્તા: ખારવા રોડ પરના અનુસુચિત જાતિના ચામુંડાનગર વિસ્તારોમાં લાંબા સમયથી પ્રતીક્ષિત ભુગર્ભ ગટર અને પેવર બ્લોક નાખવાના કામો હાથ ધરાશે, જેનાથી આ વિસ્તારની ગંદકી અને પાણી ભરાવાની સમસ્યા દૂર થશે.
* ચોમાસાનો ઉકેલ: જોડિયા રોડ (પશુ દવાખાના પાસે) અને માર્કેટિંગ યાર્ડ નજીક વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે નવી ડ્રેનેજ ગટરનું નિર્માણ ચોમાસામાં થતી હાલાકીમાંથી મુક્તિ અપાવશે.
* સામાજિક જવાબદારી: શહેરની સામાજિક જવાબદારીના ભાગરૂપે, અનુસૂચિત જાતિમાં આવતી અતિ પછાત જાતિ ગુરુ બ્રાહ્મણ, સાધુ બાવાજીના સ્મશાનની પ્રોટેક્શન દિવાલ અને રાવળદેવ સ્મશાનને ફરતે કમ્પાઉન્ડ વોલના બાંધકામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
* બજારનું રિનોવેશન: શહેરની શાકમાર્કેટનું રીનોવેશન થવાથી વેપારીઓ અને ગ્રાહકો બંનેને સુવિધાયુક્ત અને સ્વચ્છ બજાર મળશે.
આ વિકાસ કાર્યોને મંજૂરી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શહેરી વિકાસ વિભાગ, ગુજરાત ફાઈનાન્સ બોર્ડ, પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરા, સાંસદ શ્રી પુનમબેન માડમ, ૧૫મા નાણાપંચ, વિવંકાધિન ગ્રાન્ટ અને ધારાસભ્ય ગ્રાન્ટ સહિત અનેક સ્ત્રોતો દ્વારા આપવામાં આવી છે. આ દર્શાવે છે કે ધ્રોલના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારનું સકારાત્મક વલણ રહ્યું છે.આ ભવ્ય ખાતમુર્હત સમારોહ ખારવા રોડ રોટીરામ બાપુના આશ્રમના મેદાનમાં શીવ મંદિર પાસે ૨૮મી સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ સાંજે ૪ કલાકે આયોજિત કરવામાં આવ્યો છે. ધ્રોલ નગરપાલિકાના પ્રમુખ શ્રી વિજયભાઈ ટી. વાધેલા, રંજનબેન ગોવિંદભાઈ દલસાણીયા ઉપપ્રમુખ ધ્રોલ નગરપાલિકા, સુરેશ ગોસાઈ ધ્રોલ નગરપાલિકા કારોબારી અધ્યક્ષ, સહિત શહેરના અન્ય પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો આ વિકાસ પર્વના સાક્ષી બનશે. ધ્રોલ શહેર ભાજપ પરિવાર દ્વારા શહેરના તમામ નાગરિકોને આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહેવા એક યાદીમાં અપીલ કરવામાં આવી છે.( સંજય ડાંગર ધ્રોલ)
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
