News of Sunday, 28th September 2025
મોરબી શ્રી શાંતિધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવંગતોના મોક્ષાર્થે નવા બનેલા હોલમાં પ્રાર્થના, ધુન, ભજનનું આયોજન કરાયુ.
શ્રી મોક્ષ ધૂન મંડળ મોરબી આ પ્રવીત્ર દિવસે આ જગ્યા પર અંતીમ સંસ્કાર કરવામાં આવ્યા હોય તેનાં માટે દેહ રૂપી આત્મા નાં મોક્ષ માટે પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના સાથે આયોજન

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના વિદ્યુત સ્મશાન ગૃહ શ્રી શાંતિધામ ચેરીટેબલ ટ્રસ્ટ, લીલાપર રોડ ખાતે મોરબી - વવાણીયાના દાતા સ્વ. ઉદયસિંહજી મનુભા જાડેજા પરિવારના આર્થિક સહયોગથી બનાવવામાં આવેલ વિશાલ, સુવિધાયુક્ત બિલ્ડીંગમાં શાંતિધામ ચેરિટેબલ ટ્રસ્ટમાં આ સ્મશાન ગૃહમાં આજદિન સુધી અનંતની યાત્રાએ નીકળેલા તમામ મૃતયદેહોના આત્માની પરમશાન્તિ અને મોક્ષધામ પ્રાપ્તિ અર્થે આસો સુદ પાંચમ ને તા 26 શુક્રવારે 2 થી 6 વાગ્યે સુધી શ્રી મોક્ષ ધૂન મંડળ મોરબી આ પ્રવીત્ર દિવસે આ જગ્યા પર અંતીમ સંસ્કાર કરવામાં આવ્યા હોય તેનાં માટે દેહ રૂપી આત્મા નાં મોક્ષ માટે પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના સાથે નવી ઓફીસ બિલ્ડિંગમાં ધૂન ભજન નું આયોજન કરવામાં આવેલ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ. ઉદયસિંહજી મનુભા જાડેજા પરિવારના સુપુત્રો જયુભા, દિલુભા, અનિરુયુદ્ધસિંહ તેમજ અશ્વીનસિંહ, (જયદીપ ગ્રુપ ઓફ કંપની મોરબી -વવાણીયા) દ્વારા સ્વ. પિતાજીની સ્મૃતિમા આ સ્મશાન ગૃહમાં અતિ આધુનિક અને ઉપયોગી હોલનું આ થોડા દિવસો પૂર્વેજ ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ.
(12:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
