News of Monday, 29th September 2025
ગાંધીધામના અતિ ધનાઢય પરિવારના નબીરાના ‘ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ'ના પગલે લોકોના જીવ અદ્ધર
સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ, લક્ઝુરિયસ કારમાં પીધેલી હાલતમાં લથડીયા ખાતા ચાલકને લોકોએ જાગળતિ સાથે ઝડપ્યો, નશાબંધીની એસીતૈસી, સદ્દભાગ્યે જોખમ ટળ્યું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ર૯ :.. ગુજરાતમાં દારૂબંધીના કાયદા અને છાશવારે બનતા ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના બનાવોએ કાયદો વ્યવસ્થા અને સરકાર સામે સવાલો ખડા કર્યા છે. અલબત્ત સરકારે કડક પગલાં ભર્યા પણ હશે પરંતુ સમસ્યા એ છે કે સુરત હોય કે અમદાવાદ, વડોદરા અથવા રાજકોટ, ગાંધીધામ હોય જાહેર માર્ગો ઉપર જાનનું જોખમ સર્જતા આવા બનાવો વધી રહ્યા છે. ત્યારે કાયદાની ધાર વધુ ધારદાર બનાવવાની જરૂરત મહેસૂસ થઈ રહી છે. કચ્છના ગાંધીધામમાં ધનાઢય પરિવારના નબીરાએ નશાની હાલતમાં ઓવરસ્પીડ અને ગફલતભરી રીતે ગાડી ચલાવી લોકોના જીવ જોખમમાં મુકાય એ રીતે રસ્તાને બાન લીધો હતો. જોકે, મોટી દુર્ઘટના બને તે પહેલા સ્થાનિકોએ જાગળતિ દાખવી પોલીસને જાણ કરતા આ યુવાનને ઝડપી લેવાયો હતો. વૈભવી કારમાં ઝૂમતા આ નબીરાની હાલત સાથેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. આ યુવાન લોકોએ નશાની હાલતમાં જાહેર માર્ગ ઉપર આ રીતે હાઈસ્પીડમાં કાર ચલાવવાના બનાવને વખોડી કાઢયો છે. દરમ્યાન
આ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે મહેશ અરવિંદ જોશી નામના આ નબીરા સામે કાયદાકીય કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે. જોકે, આ યુવાનનો જામીન ઉપર છુટકારો થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ જેવો તથ્ય કાંડ થતા સદભાગ્યે રહી ગયો.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
