તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 29th September 2025
તરઘડીની ૨૧ વર્ષિય પરિણીતા કોમલબેનનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૯: પડધરીના તરઘડી ગામે રહેતી કોમલબેન મનોજભાઇ પરમાર (ઉ.વ.૨૧) નામની પરિણીતા સાંજે બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર કોમલબેનના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક દિકરી છે. પતિ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તણીના માવતર પડધરી રહે છે. કિડનીની બિમારી હોવાનું સગાએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પડધરી પોલીસ વધુ તપાસ કરે છે. (૧૪.૬)
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
