News of Monday, 29th September 2025
રાણાવાવના અણિયારીમાં ઘોળે દિ' ૪.૩૭ લાખના સોનાના દાગીનાની ચોરી
પરિવારજનો વાડીએ ગયાં બાદ બંધ મકાનના તાળા તુટયાઃ સોનાની કંઠી, પેન્ડલ તથા ચેઇન મળી કુલ ૬.ર૪ તોલા સોનાના દાગીના ઉઠાવી ગયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૯: રાણાવાવના અણિયારામાં ધોળે દિવસે અજાણ્યા શખ્સો બંધ મકાનના તાળા તોડીને ૬.રપ તોલાના સોનાના દાગીના રૂા. ૪૩૭પ૦૦ ના ચોરી ગયા હતા.
અણિયારીમાં ખેતી કામ કરતા હરજીભાઇ નારણભાઇ ટુકડિયાએ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીની ફરીયાદમાં જણાવ્યું છે કે પોતાનો પરિવાર વાડીએ ખેતીકામમાં હતાં ત્યારે સવારે ૧૦ વાગ્યાના અરસામાં પોતાના બંધ મકાનના તાળા કોઇ અજાણ્યા શખ્સો તોડીને મકાનમાં કબાટમાં રાખેલ સોનાની કંઠી ર.પ તોલા કિ. ૧,૭પ,૦૦૦/- સોનાનું પેન્ડલ ર.રપ તોલા રૂા. ૧,પ૭,પ૦૦ સોનાનો ચેઇન ૧.પ તોલા રૂા. ૧,૦પ,૦૦૦ જે તમામ સોનાના દાગીના કુલ ૬.રપ તોલા રૂા. ૪,૩૭,પ૦૦ ના ઉઠાવી ગયેલ છે.
રાણાવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર. વી. મોરા વધુ તપાસ ચલાવે છે
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
