<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

જોધપુરના સ્‍વામિનારાયણ મંદિરના નિર્માણમાં સહયોગ આપનાર તમામ કારીગરોનું પૂ. મહંત સ્‍વામી મહારાજના હસ્‍તે પૂજન અને સન્‍માન

‘તમે નાના નથી. ભલે તમે ગમે તે કાર્ય કરતા હો, પરંતુ અહીં મંદિરમાં તમે કાર્ય કર્યું, તેથી તમે સૌ મહાન ભક્‍ત બની ગયા છોઃ પૂ. મહંત સ્‍વામી મહારાજઃ ‘આ મારા જીવનનો અવિસ્‍મરણીય પ્રસંગ, આવું સન્‍માન અમને કોણ આપી શકે? આજે અમે કળતાર્થ થઈ ગયા છીએ': કારીગર ઉદયસિંહ ભાવવિભોર

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૯: કાલીબેરી સૂરસાગરમાં નવનિર્મિત સ્‍વામિનારાયણ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્‍સવ ભવ્‍યતાથી ઉજવવામાં આવ્‍યો. ગઈકાલે ગુરુ મહંતસ્‍વામી મહારાજે પોતે એવી ઇચ્‍છા વ્‍યક્‍ત કરી કે આ મંદિરના નિર્માણમાં સહયોગ આપનાર પ્રત્‍યેક કારીગરનું મારે પૂજન અને સન્‍માન કરવું છે.

સ્‍વામીશ્રીના નિર્દેશ મુજબ, આજે બપોરે ૧૨:૩૦ વાગ્‍યે ફક્‍ત શિલ્‍પીઓના સન્‍માન માટે એક વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં સ્‍વયં ગુરુજીની ઉપસ્‍થિતિમાં તમામ કારીગરોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. જેમાં તમામ કારીગરને મંચ પર બોલાવવામાં આવ્‍યા. સૌ પ્રથમ તેમને માળા અર્પણ કરીને બહુમાન કરવામાં આવ્‍યું. ત્‍યારબાદ સાફી-પાઘડી બાંધીને તિલક કરીને પૂજન કરવામાં આવ્‍યું. વરિષ્ઠ સંતોએ વષાો ઓઢાડીને પ્રસાદથી સૌનું મોં મીઠું કરાવ્‍યું હતું. મહંત સ્‍વામી મહારાજે સૌને આશીર્વાદ આપ્‍યા અને તમામ શ્રમિક શિલ્‍પીઓ સાથે ફોટો પડાવ્‍યો અને તેમને બહુમાન આપ્‍યું હતું.

આ અવસરે કારીગર ઉદયસિંહે જણાવ્‍યું કે, ‘આ મારા જીવનનો અવિસ્‍મરણીય પ્રસંગ છે. આવું સન્‍માન અમને કોણ આપી શકે? આજે અમે કળતાર્થ થઈ ગયા છીએ.'

અંતમાં મહંત સ્‍વામી મહારાજે આશીર્વાદમાં જણાવ્‍યું કે, ‘તમે નાના નથી. ભલે તમે ગમે તે કાર્ય કરતા હો, પરંતુ અહીં મંદિરમાં તમે કાર્ય કર્યું, તેથી તમે સૌ મહાન ભક્‍ત બની ગયા છો, અક્ષરમુક્‍ત બની ગયા છો. તમે સૌ એકાંતિક ભક્‍ત બની જશો. તમને સૌને દંડવત્‌ પ્રણામ કરીએ તો પણ ઓછું.

(11:09 AM IST)