<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

કુતિયાણાના ઇશ્વરીયામાં પાન-કરિયાણાની દુકાનમાં આગઃ ૮ લાખનું નુકશાન

દુકાન ઉપરથી પસાર થતા વીજ વાયરમાં શોર્ટ બાદ આગઃ ઠંડા-પીણાનું મશીન-ર ફ્રીઝ, લાકડાનું ટેબલ, વજન કાંટાનું અન્‍ય ટેબલ પાન-બીડીનો સામાન ઇલેકટ્રોનિક સમાન તથા અનાજના બાચકા તેલના ડબા સળગી ગયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૯ :.. કુતિયાણાના ઇશ્વરીયા ગામે પાન અને કરીયાણાની સાથે રહેલી દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઉઠતા આશરે ૮ લાખનો માલ-સમાન બળીને ખાખ થઇ ગયો હતો.

કુતિયાણાના ઇશ્વરીયામાં પાન અને સાથે કરિયાણાની દુકાન ધરાવતા રાજેશગીરી મનસુખગીરી મેઘનાથીએ કુતિયાણા પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યું છે કે પોતાની શિવ પાન એન્‍ડ અનાજ કરીયાણાની દુકાનના શટર ઉપરથી પસાર થતી પીજીવીસીએલના કેબલ તથા સાથે અન્‍ય વીજ કનેકશનના સર્વિસ કેબલમાં ઇલેકટ્રીક શોર્ટ સર્કિટ થતાં જેના કારણે દુકાનમાં આગ લાગી ગઇ હતી.

આ પોલીસ ફરીયાદમાં જણાવ્‍યું છે કે પાન અને કરિયાણાની દુકાનમાં શોર્ટ સર્કિટ થી આગને લીધે ઠંડા-પીણાનું મશીન ફ્રીઝ, લાકડાનું ટેબલ વજન કાંટો રાખવાનું અન્‍ય એક ટેબલ પાન-બીડીનો સામાન, વેચાણ માટેના ચંપલો ઇલેકટ્રોનિક સામાન પ્‍લાસ્‍ટિકની ડીસો, ઘઉં, ચોખા, બાજરાના બાચકા, તેલના ડબ્‍બા સહિત માલ-સામાન ફર્નીચર બળીને ખાખ થઇ ગયા હતાં. આગથી ૮ લાખનું નુકશાન થયાનું પોલીસ ફરીયાદમાં જણાવ્‍યું છે, કુતિયાણા પોલીસ સ્‍ટેશનના હેડ કોન્‍સ્‍ટેબલ ડી. એચ. જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે. 

(11:25 AM IST)