તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 29th September 2025
ભુજમાં એમડી ડ્રગ્સ વેંચતો રીક્ષા ચાલક અને અંજારમાં ગાંજા સાથે ભાંગ ગોળી વેંચતો દુકાનદાર ઝડપાયા
આ માલ વેચનાર ઉપરાંત પહોંચાડનાર નિશાસિંગ અને અજાણ્યા ઇસમો સામે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૯ : કચ્છમાં દારૂ અને ડ્રગ્સના વધતા વ્યાપ સામે પોલીસ દ્વારા સતત કામગીરી ચાલુ છે. પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસે પૂર્વ બાતમીના આધારે ભુજના આલાવારા કબ્રસ્તાન પાસે પેટ્રોલ પંપની ગલીમાં રીક્ષા ચાલકને ૯૦ હજારના ૯ ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી રીક્ષા ચાલક ઇબ્રાહીમશા ઓસમાણશા શેખડાડા પોતાની રીક્ષામાં એમડી ડ્રગ્સ વેંચતો હતો ત્યારે ઝડપાયો હતો. પોલીસની પૂછપરછમાં ડ્રગ્સ આપનાર ભુજના નૌશાદ ઉર્ફે મોહસીન સમા નું નામ ખુલતા એસઓજી પોલીસે આગળની કાર્યવાહી સાથે એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધ્યો છે. બીજા બનાવમાં પૂર્વ કચ્છ એસઓજી પોલીસે બાતમીના અંજારના વરસામેડી ગામે દુકાનદાર પાસેથી ૩૦ હજારના ગાંજો અને ભાંગની ગોળીઓ ઝડપી પાડી હતી. મૂળ રાજસ્થાનના દુકાનદાર ભાવેશ ઉર્ફે ભેરારામ મગારામ દેવાસી પાસેથી ૨૩ હજારનો ૨ કિલો ૩૦૦ ગ્રામ ગાંજો અને ૭,૩૦૦ રૂપિયાની ૧૪ કિલો ગાંજાની ગોળીઓ મળી આવી હતી. આ માલ વેચનાર ઉપરાંત પહોંચાડનાર નિશાસિંગ અને અજાણ્યા ઇસમો સામે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
