<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

ઉપલેટામાં ૧ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં અઢી ઇંચ વરસાદઃ વૃક્ષ-વીજપોલ ધરાશાયી

અનેક નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાતા લોકો હેરાન

(કળષ્‍ણકાંત ચોટાઈ દ્વારા) ઉપલેટા તા. ર૯ :..  ઉપલેટા અહીંયા ગઈકાલે રાત્રિના દસ વાગ્‍યાથી વીજળીના કડાકા ભડાકા સાથે તથા તોફાની પવન સાથે શરૂ થયેલ હતો ઉપલેટા શહેરમાં એક ઇંચ વરસાદ પડેલ હતો ની ચાણ વાળા વિસ્‍તાર પાણી ભરેલા હતા શહેરમાં ની તમામ ગરબીઓ તથા પાર્ટી પ્‍લોટો બંધ રહ્યા હતા ત્‍યારે ગ્રામ્‍ય વિસ્‍તારમાં લાઠ તથા મજેઠી તથા સમઢીયાળા ગ્રામમાં બે થી અઢી ઇંચ વરસાદ જ્‍યારે ખીરસરા ઘેટીયા તથા કોલકી તથા મોટી પાનેલી  એક ઇંચ વરસાદ પડેલ હતો જ્‍યારે તાલુકાના ડેમ ઉપર ૩૦મી વરસાદ પડેલ છે ડેમના બે પાટીયા એક ફૂટ ખોલવામાં આવેલા હતા  જ્‍યારે વેણુ ૨ ડેમ ઉપર ૫૫ મીમી વરસાદ નોંધાયેલ છે ડેમના બે પાટીયા એક ફૂટ ખોલવામાં આવેલ છે એ જૂની મામલતદાર ઓફિસ પાસે ત્રણ  વળક્ષ ધરાસાઈ થયેલા હતા તથા ખાખીજાળીયા રોડ ઉપર આવેલી દ્વારકાધીશ સોસાયટીમાં પાસે વીજ ટ્રાન્‍સફોર્મ ઉપર વળક્ષ ધરાશાય થયેલા  હતું જેના કારણે શહેરમાં એક એક કલાક વીજળી ખોવાઈ ગઈ હતી ઘટના સ્‍થળ ઉપર ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા તથા નગરપાલિકાના સ્‍ટાફ તથા જીઈબી ના સ્‍ટાફ તાત્‍કાલિક રીપેરીંગ કરીને  શરૂ કરેલ હતો ભારે પવન ના કારણે ખેતરમાં ઉભેલા પાક કપાસ તથા એરડા તેમજ અન્‍ય પાકમાં ભારે નુકસાની થયેલ છે. (તસ્‍વીરઃ નિમેષ ચોટાઇ ઉપલેટા)

(12:11 PM IST)