News of Monday, 29th September 2025
જામનગરમાં ખેલૈયાઓ વરસતા વરસાદે પણ “ઓપરેશન સિંદૂર” ગરબાના તાલે ઝૂમ્યા :રાજ્ય સરકાર દ્વારા રાત્રે ૧૧:૦૦ કલાકે ઓપરેશન સિંદૂરનો ગરબો ગાવા માટે કરાયેલ અનુરોધ થકી ખેલૈયાઓએ સૈન્યને અનોખી સલામી આપી : જુઓ વિડીયો
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા એક સાથે ઓપરેશન સિંદૂરના સ્મરણમાં રચિત ગરબા ગાવા પર આહ્વાન કરવામાં આવતા એક સાથે ઓપરેશન સિંદૂરના ગરબાની ગુંજ ઊઠતા અદભુત માહોલ સર્જાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨૯
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય સેનાના વીર જવાનોએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. અને દેશની માતાઓ-બહેનોની સુરક્ષાના સંકલ્પ સાથે આપણા વીરોએ નવા ભારતની તાકાત આખી દુનિયાને બતાવી હતી.
હાલ નવરાત્રિ પર્વમાં શક્તિની ભક્તિ સાથે આપણે રોજ ઉત્સાહથી ગરબા ગાઈએ છીએ, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગઈકાલે રવિવારે રાત્રે ૧૧:૦૦ થી ૧૧:૧૦ દરમિયાન સૌ એક સાથે ઓપરેશન સિંદૂરના સ્મરણમાં રચિત ગરબા ગાવા પર આહ્વાન કરવામાં આવ્યું હતું. ત્યારે રાજ્ય માંથી એક સાથે ઓપરેશન સિંદૂરના ગરબાની ગુંજ ઊઠતા અદભુત માહોલ સર્જાયો હતો.
જામનગર શહેર- જિલ્લામાં વરસતા વરસાદે પણ રાત્રે ૧૧:૦૦ કલાકે ખેલૈયાઓ અને ગરબીની બાળાઓએ ઓપરેશન સિંદૂરના ગરબા ગાઈને સૈન્યને સલામી આપી હતી. ગરબા મંડળના સંચાલકો દ્વારા તેની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી હોવાથી આસપાસના વિસ્તારના એપાર્ટમેન્ટના પાર્કિંગ અથવા તો અન્ય સ્થળે સલામત રીતે રહીને ઓપરેશન સીંદૂરની થીમનો ગરબો ગાઇને હાથમા તિરંગા ફરકાવી સરકાર દ્વારા કરવામાં આવેલ અનુરોધ સાર્થક કર્યો હતો.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
