<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

કચ્છના ધોળાવીરામાં ૩.૨ આંચકાથી ધરતી ધ્રુજી

પશ્ચિમ અને પૂર્વ કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૯ : વૈશ્વિક સ્તરે ભૂકપના આંચકાઓનો સિલસિલો ચાલુ છે ત્યારે કચ્છની ધરા પણ સતત ભૂકંપના આંચકાથી ધ્રુજી રહી છે. ગુજરાત સિસ્મોલોજી કચેરીના જણાવ્યાનુસાર આજે ૨૯/૯ ના સવારે ૧૧:૧૪ વાગ્યે પૂર્વ કચ્છના ધોળાવીરા પંથકમાં ૩.૨ ના આંચકાથી ધરતી ધ્રુજી ઉઠી હતી. આંચકો ૬ કિમી જેટલો ઊંડો હતો અને તેનું કેન્દ્ર બિંદુ ધોળાવીરાથી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમે ૨૬ કિમી દૂર નોંધાયું છે. કચ્છમાં પૂર્વ અને પશ્ચિમ બંને જગ્યાએ સરહદી વિસ્તારોમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે.

લાલ ક્લરની નિશાની ભૂકંપનું કેન્દ્રબિંદુ દર્શાવે છે. 

(2:57 PM IST)