<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

મધ્ય પ્રદેશના લુંટ, ચોરી, પોલીસ ઉપર હુમલાઓ કરવાની ટેવવાળા કુખ્યાત વિસ્તારમાં આરોપી પકડવા પડકારજનક સ્થિતીઓનો સામનો કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના માંઝા ગામે થયેલ લુંટના ગુન્હાના ૫ આરોપીઓને ગણતરીના દિવસોમાં લુંટના મુદામાલ સાથે ઝડપી લેતી દેવભૂમિ દ્વારકા પોલીસ

સી.સી.ટી.વી. ફુટેજની ચકાસણી કરી તેમજ હ્યુમન સોર્સથી લુંટ કરનાર આરોપીઓની ઓળખની ચોક્કસ ખરાઇ કરી, આરોપીઓની હાલની હાજરી બાબતે ટેકનિકલ એનાલીસીસ કરતા લુટ કરનાર આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૯ : દૈવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો વ્યવસ્થા કાયમ રહે અને આમ જનતા નિર્ભય રીતે, શાંતિપૂર્ણ રીતે મુક્ત વાતાવરણમાં જીવન જીવી શકે તે સારૂ મહે પોલીસ મહાનિરીક્ષક  અશોક યાદવ  રાજકોટ વિભાગ-રાજકોટ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક  જયરાજસિંહ વાળા સાહેબ દ્વારા ગંભીર પ્રકારના વણશોધાયેલ ગુન્હાઓને શોધી ત્વરીત કાર્યવાહી કરવા એસ.ઓ.જી.દેવભૂમિ દ્વારકાના પોલીસ ઇન્સપેક્ટર શ્રી કે.કે. ગોહીલ તથા પો.સ.ઈ.શ્રી કે.એમ.જાડેજાને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

     જે અનુસંધાને એસ.ઓ.જી., થોડા દિવસો પહેલા માંઝા ગામે રાત્રીના સમયે થયેલ લુંટનો ગુન્હો વણ શોધાયેલ હોય જેથી તે લુંટનો ગુન્હો શોધી કાઢવા  એસ.ઓ.જી., દેવભુમિ દ્વારકાના એ.એસ.આઈ.હરદેવસિંહ ગુમાનસિંહ ગુમાનસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ. નરેન્દ્રસિંહ દિલીપસિંહ રાઠોડ, પોલીસ કોન્સ. વિજયસિંહ ઘેલુભા જાડેજા, પોલીસ કોન્સ. પબુભાઇ નાથાભાઈ માયાણી તથા પોલીસ કોન્સ. ખેતશીભાઇ રામભાઇ મુને બીડુ ઉઠાવી તે દિશામાં તપાસ હાથ ધરી ગુન્હાવાળી જગ્યાએથી રૂટમાં આવતા અલગ અલગ સ્થળોના સી.સી.ટી.વી. ફુટેજની ચકાસણી કરી તેમજ હ્યુમન સોર્સથી લુંટ કરનાર આરોપીઓની ઓળખની ચોક્કસ ખરાઇ કરી, આરોપીઓની હાલની હાજરી બાબતે ટેકનિકલ એનાલીસીસ કરતા લુટ કરનાર આરોપીઓ હાલ મધ્ય પ્રદેશ રાજ્યના આલીરાજપુર જિલ્લાના ઉદયગઢ કનાસ ગામે હોવાનું જણાયેલ પરંતુ સદરહું વિસ્તારમાંથી આરોપીઓને અટક કરવા માટે અનેક પડકારો હોય તેમજ આરોપીઓને પકડવા જતી પોલીસને ખૂબજ પડકાર જનક સ્થિતીનો સામનો કરવો પડતો હોય અને તે વિસ્તારના આરોપીઓ રીઢા, પોલીસ ઉપર હૂમલો કરવાની ટેવ વાળા હોય જે તમામ બાબતોનો ક્યાસ મેળવી ઉપરી અધિકારીશ્રી સાથે જરૂરી ચર્ચા કરતા ઉપરી અધિકારીશ્રીઓ દ્વારા ખૂબજ ઉત્સાહપૂર્વકનું માર્ગદર્શન અને જરૂરી સૂચનો કરતા ટીમે જુસ્સાભેર કાર્યવાહી કરી છે.

       જામ ખંભાળીયા પોલીસ સ્ટેશન “એ” પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૫૦૦૪૨૫૧૩૯૬/૨૦૨૫ ભારતીય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૯(૬), ૩૩૧(૬), ૧૧૫(૨), ૫૪ મુજબનો ગુન્હો કરનાર નીચે મુજબના કુલ-૦૫ આરોપીઓને લુંટ થયેલ ચાંદીના ઘરેણા ૧૬૮ ગ્રામ કિ.રૂ.૧૬.૮૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી આગળની તપાસ કાર્યવાહી અર્થે જામ ખંભાળીયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. 

      પોલીસે  અલપસિંહ ગુમાનસિંહ વિસુસિંહ માવી ભીલ આદિવાસી ઉ.વ.૩૭, રહે.ઉદયગઢ, કનાસ ગામ હટ કળીયા, તા જોબટ, જી.આલીરાજપુર, મધ્ય પ્રદેશ, થાનસિંગ જોતીયા નારર્સિંગ સિંગાંડ, ભીલ આદિવાસી, ઉ.વ.૪૭, રહે.થાંદલા ગામ, મલ ફળીયા, તા જોબટ, જી. આલીરાજપુર, મધ્ય પ્રદેશ, કમરૂ  બુરસિંહ દિત્યા ભુરીયા, ભીલ આદિવાસી, ઉ.વ.૫૨, રહે ઉદયગઢ, કનાસ ગામ, ઘટવાલે ફળીયા,તા.જોબટ, જી. આલીરાજપુર, મધ્ય પ્રદેશ

, કેનું  પીળુ માવી, ભીલ આદિવાસી, ઉ.૧.૩૨, રહે,ઉદયગઢ ગામ, ઉનાસ ગામ, પ્રતાપ ફળીયા, બોરી રોડ)તા.જોબર, જી.આલીરાજપુર, મધ્ય પ્રદેશ, મહેશ બાલમુકુંદભાઈ કિશનલાલ સોની, ઉ.વ.૩૦, રહે.ઉદયગઢ ગામ, ખંડાલા રોડ, લક્ષ્મીનારાયણ રાઠોડના મકાનમાં. મુળ રહે વિનોબા માર્ગ, સોની મહોલ્લા. મકાન નં.૧૯, વોર્ડ નં.૫, જોબટ, જી.આલી રાજપુર, મધ્ય પ્રદેશને પકડી પાડેલ છે.ચાંદીના અલગ અલગ ઘાટના દાગીના ૧૬૮ ગ્રામ કિં.રૂ.૧૬૮૦૦/- જપ્ત કરેલ છે

        આ કામગીરી  કે.કે.ગોહીલ, પોલીસ ઈન્સ્પેકટર, ઈન્યા.એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા, વી.એન.સીંગરખીયા, પોલીસ સબ ઈન્સ્પેકટર, એલ.સી.બી., દેવભૂમિ દ્વારકા.હરદેવસિંહ ગુમાનસિંહ જાડેજા, આસી.સબ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા. નરેન્દ્રસિંહ દિલીપસિંહ રાઠોડ, પોલીસ હેડ કોન્સ્ટેબલ, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા, વિજયસિંહ ઘેલુભા જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા, ખેતશીભાઈ રામભાઈ મુન, પોલીસ કોન્સ્ટેબલ, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા, પબુભાઈ નાથાભાઈ માયાણી, પોલીસ કોન્સ્ટેબલ, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા. સુમાતભાઈ અરજણભાઈ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકાએ કરી છે.

(4:35 PM IST)