<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ‘જન્‍મભૂમિ' ચોટીલા ખાતે ‘રઢિયાળી રાત' કાર્યક્રમ યોજાયો

 

 

ખ્‍યાતનામ લોકગાયકો નીલેશ પંડ્‍યા અને રાધાબેન વ્‍યાસએ ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત પ્રાચીન લોકગીતો-રાસ-ગરબાની રમઝટ બોલાવીઃ  નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્‍કળતિ-સાહિત્‍ય-સંગીતની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ નવરાત્રિનું અસલ સાત્‍વિક સ્‍વરૂપને જાણી-માણી શકે તે આશયથી ગુજરાત રાજ્‍ય સંગીત નાટક અકાદમી, ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાન તથા શ્રી ચોટીલા એજ્‍યુકેશન એન્‍ડ ચેરિટી ટ્રસ્‍ટ દ્વારા પ્રેરક આયોજન

રાજકોટ, તા.૨૯: નવલી નવરાત્રિના પાવન પર્વ અવસરે રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્‍મભૂમિ ચોટીલા (જિ. સુરેન્‍દ્રનગર) સ્‍થિત એન. એન. શાહ હાઈસ્‍કૂલ ખાતે ખાસ વિદ્યાર્થીઓ માટે રઢિયાળી રાત કાર્યર્ક્‍મનું ભવ્‍ય આયોજન થયું હતું. નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્‍કળતિ-સાહિત્‍ય-સંગીતની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ નવરાત્રિનું અસલ સાત્‍વિક સ્‍વરૂપને જાણી-માણી શકે તે આશયથી ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગની ગુજરાત રાજ્‍ય સંગીત નાટક અકાદમી, રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્‍થાપિત ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાન તથા શ્રી ચોટીલા એજ્‍યુકેશન એન્‍ડ ચેરિટી ટ્રસ્‍ટ દ્વારા આ પ્રેરક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પિનાકી મેઘાણીની પ્રેરણા અને પ્રયાસો થકી સતત ૧૬મા વર્ષે સમગ્ર ગુજરાત અને ગુજરાતની બહાર રઢિયાળી રાત કાર્યર્ક્‍મોના આયોજનો થયા છે.

ખ્‍યાતનામ લોકગાયકો નીલેશ પંડ્‍યા અને રાધાબેન વ્‍યાસએ ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત લોકસંસ્‍કળતિના અણમોલ મોતી સમા રઢિયાળી રાતના પ્રાચીન લોકગીતો-રાસ-ગરબાની રમઝટ બોલાવીને ઉપસ્‍થિત સહુને ડોલાવી દીધાં હતાં. ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ મન મૂકીને ગરબા રમ્‍યાં હતાં. ચાંદો ઊગ્‍યો ચોકમાં, જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, મહેંદી તે વાવી, સવા બશેરનું મારું દાતરડું, સોના વાટકડી રે, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, કાન તારી મોરલી, ઝૂલણ મોરલી, મને કેર કાંટો વાગ્‍યો, જોબનિયું આજ આવ્‍યું, છલકાતું આવે બેડલું, શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો જેવાં આજે પણ લોકમુખે રમતાં સદાબહાર પ્રાચીન લોકગીતો રજૂ થયાં હતાં.

ચોટીલા નાયબ કલેકટર - પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણા (જીએએસ), આયોજકો પિનાકી મેઘાણી, કિરીટસિંહ રહેવર (મામા) અને મહિપતસિંહ વાઘેલા, સ્‍વાતંત્ર્ય-સેનાની વજુભાઈ શાહ - જયાબેન શાહના અમેરિકા સ્‍થિત પુત્ર અને વૈજ્ઞાનિક ડો. અક્ષયભાઈ શાહ, સ્‍વાતંત્ર્ય-સેનાની મણિલાલ કોઠારીના અમેરિકા સ્‍થિત દોહિત્રી અનારબેન શાહ, વડોદરા મધ્‍યવર્તી ગ્રંથાલયના રાજ્‍ય ગ્રંથપાલ (વર્ગ ૧) અને મદદનીશ ગ્રંથાલય નિયામક (રાજકોટ) લલિતભાઈ મોઢ, નાયબ મામલતદાર કે. ટી. દુધરેજીયા, રેવેન્‍યૂ તલાટી રવિરાજસિંહ ગોહિલ, પિયૂષભાઈ વ્‍યાસ સહિત શિક્ષકગણ અને વાલીઓની ઉપસ્‍થિતિ રહી હતી. ચોટીલા નાયબ કલેકટર એચ. ટી. મકવાણા તથા પિનાકી મેઘાણીએ  પ્રેરક ઉદ્‌બોધન કર્યું હતું.  અંગદાન મહાદાન અભિયાન અંગે પણ પ્રેરણા આપવામાં આવી હતી.(૨૩.૨૩)

આલેખન

પિનાકી નાનકભાઈ મેઘાણી  ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન  (મો.૯૮૨૫૦૨૧૨૭૯)

(3:46 PM IST)