<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં રેડ એલર્ટ જાહેર

ખંભાતના અખાત નજીક સર્જાયેલ વેલ માર્ક લો પ્રેશરને પગલે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની આગાહી

ખંભાતના અખાત નજીક સર્જાયેલ વેલ માર્ક લો પ્રેશરને પગલે, આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. સમગ્ર રાજ્યમાં સાત દિવસ સુધી એલર્ટ અપાયું છે. પરંતુ આાગામી 4 દિવસ વધુ સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે.

  ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 232 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં 8 ઇંચ વરસાદ વરસાદ તથા વલસાડના કપરાડા અને ઉમરગાવ, ગીર સોમનાથના પાટણ-વેરાવળ અને જૂનાગઢના માંગરોળમાં 4-4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

 


 

(6:58 PM IST)