<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

જામનગરના વ્યાજખોરી -અપહરણના કેસમાં પકડાયેલા 5 આરોપીઓના 1 ઓક્ટોબર સુધી પોલીસ રિમાન્ડ મંજુર

ફરીયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીઓને પકડી પાડેલ અને કોર્ટમાં રજૂ કર્યા

જામનગરમાં જમીન કૌંભાડમા સંડોવાયેલ જયેશ રાણપરીયાના ભાઈ ધર્મેશ મુળજી રાણપરીયા સહીત 5 લોકો સામે વ્યાજખોરી, બળજબરીપૂર્વકની ઉઘરાણી અને અપહરણનો ગુન્હો નોંધાયો હતો, જે ગુનામા પોલીસે આરોપીની અટકાયત કરી કોર્ટમા રજુ કર્યા હતા. ફકીયાદ મુજબ આરોપીઓએ વ્યાજે રૂપિયા આપ્યા બાદ અતિશય વ્યાજ વસૂલવા, કારખાનાની મશીનો તથા કાર કબજે કરવા અને ફરીયાદીના પતિનું અપહરણ કરી આશરે 20 દિવસ સુધી ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાનુ કૃત્ય કર્યુ હોવાનુ ફરીયાદ નોંધાઈ હતી.

આ મામલે ધર્મેશ મુળજી રાણપરીયા, જેઠાભાઈ હાથલીયા, હરીશભાઈ ગંઢા, ઉપેન્દ્રાઇ ચાંદ્રા અને કીરીટભાઈ ગંઢા એમ કુલ પાંચ આરોપીઓ પોલીસે અટકાયત કરી. ફરીયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીઓને પકડી પાડેલ અને કોર્ટમાં રજૂ કર્યા.પોલીસ દ્વારા સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેમાંથી કોર્ટે 1 ઓક્ટોબર સાંજે 5 વાગ્યા સુધીનો રિમાન્ડ મંજૂર કર્યા છે.

(7:41 PM IST)