<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

દેવભૂમિ દ્વારકામાં સુરક્ષાના કારણોસર 21 નિર્જન ટાપુઓ પર અવરજવર માટે પ્રતિબંધ : જાહેરનામું બહાર પાડ્યુ

દેશની સુરક્ષાની દૃષ્ટિએ આ 21 ટાપુઓ પર જવા પર પ્રતિબંધ મૂકાયો: પ્રતિબંધ તારીખ 25 નવેમ્બર સુધી અમલમાં રહેશે. તંત્રએ સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત બનાવી

દેવભૂમિ દ્વારકામાં સુરક્ષાના કારણોસર 21 ટાપુઓ પર અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિઓના ઘટે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્રએ સમુદ્ર સીમામાં આવેલા ટાપુઓ પર સુરક્ષાને લઇ જાહેરનામું બહાર પાડીને પ્રતિબંધ લગાવ્યો છે.

મળતી માહિતી મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રએ સુરક્ષાના ભાગરૂપે સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા નિર્જન ટાપુઓ પર લોકોની અવરજવર પર રોક લગાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. જિલ્લામાં કુલ 24 ટાપુઓ છે, જેમાંથી માત્ર બે પર માનવ વસાહત છે અને એક પર્યટન સ્થળ છે. દેશ વિરોધી પ્રવૃત્તિઓ સમુદ્ર રસ્તે ન ઘટે તે હેતુથી અને દેશની સુરક્ષાની દૃષ્ટિએ આ 21 ટાપુઓ પર જવા પર પ્રતિબંધ મૂકાયો છે. આ પ્રતિબંધ તારીખ 25 નવેમ્બર સુધી અમલમાં રહેશે. તંત્રએ સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત બનાવી છે.

દ્વારકાનો સમુદ્ર તટ ઘણો વિશાળ છે. સમુદ્ર તટથી 3 તરફ થી જોડાયેલા દ્વારકા જિલ્લામાં આવેલ કુલ 24 ટાપુમાંથી ફકત 2 ટાપુ પર જ માનવ વસાહત છે. ખાસ કરીને ગુજરાતના દરિયાકિનારા પર મુલાકાતીઓનો ભારે ધસારો રહેતો હોય છે. ગુજરાતના દીવ, દમણ અને દ્વારકામાં લોકો મુસાફરી વખતે આ ટાપુઓ પર ટ્રેકિંગ જેવી ટ્રિપની પણ મજા માણતા હોય છે. પરંતુ અનેક વખત દેશ વિરોધી તત્ત્વો પણ વિશાળ સમુદ્ર તટના માર્ગેથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા હોય છે. 

(9:04 PM IST)