<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

વિસાવદરના જાંબુથાળા સહિત ગીર અભ્યારણ વિસ્તારમાં આવેલ માલધારી નેશો તથા સેટલમેન્ટના ગામોના પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવા ગુજરાત રાજ્ય સમસ્ત બલોચ મકરાણી સમાજના પ્રમુખ જહાંગીર બ્લોચની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

જાંબુથાળા ગીરના જનરલ પ્રશ્નો તથા માલધારી નેશના પ્રશ્નો અને સેટલમેન્ટના ગામોના પ્રશ્નોનુ અભ્યાસપૂર્ણ વિસ્તૃત વર્ણન

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : ગુજરાત રાજ્ય સમસ્ત બલોચ મકરાણી સમાજના પ્રમુખ જહાંગીરભાઈ બ્લોચ (રિટાયર્ડ નાયબ મામલતદાર)એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને (મારફત: કલેકટર-જૂનાગઢ) લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, ગીર પશ્રિમ/પુર્વ વિભાગના અલગ અલગ રેન્જમાં સેટલમેન્ટના ગામો તથા માલધારીઓના નેશ આવેલ છે. આ પૈકી ગીર પશ્રિમ વિભાગના ડેડકડી રેન્જ વિભાગમાં સેટલમેન્ટનું ગામ જાંબુથાળા નવાબીકાળથી આવેલ છે આ ગામ પ્રાથમિક સુવિધાથી વંચિત  છે.જેના કારણે વન વિભાગ સાથે અવારનવાર ધર્ષણ થાય છે અને વન વિભાગના પરીક્ષેત્રના સ્ટાફ તથા અધિકારીઓના વર્તનના કારણે સેટલમેન્ટના ખેડુતો તથા માલધારીઓ અસહય માનસિક યાતનાઓ વેઠે છે. તાજેતરમા વિસાવદર તાલુકાના જાંબુથાળા ગામે વન વિભાગના પરીક્ષેત્ર અધિકારીઓ તથા કર્મચારીઓના ત્રાસના કારણે બે માલધારી તથા ખેડુતે (૧) હનીફ દાદમહમદ બલોચ (૨) સલીમ ઇસ્માઇલ બલોચએ એસીએફ કચેરી વિસાવદર ખાતે જંતુનાશક ઝેરી દવા પી અને જીવનલીલા સંકેળી લેવા તા: ૦૯/૦૯/૨૫ ના રોજ પગલુ ભરેલ તે પૈકી સલીમ ઇસ્માઈલ બલોચ જાંબુથાળા તાઃ વિસાવદર નું સારવાર દરમિયાન તાઃ ૧૬/૦૯/૨૦૨૫ના રોજ જુનાગઢ સિવીલ હોસ્પિટલ ખાતે અવસાન થયેલ છે. જેની મરવા માટે મજબુર કરવા બદલ ડેડકળી રેન્જના વન અધિકારી તથા કર્મચારીઓ સામે બી.એન.એસ એકટની કલમ ૧૦૮ તથા ૫૪ હેઠળ વિસાવદર પોલીસ સ્ટેશનમાં તા: ૧૮/૦૯/૨૦૨૫ ના રોજ પોલીસ ફરીયાદ દાખલ થયેલ છે.
જાંબુથાળા ગામના જનરલ પ્રશ્નો ::
(૧) સેટલમેન્ટ ના ૧૩ ગામોમાં જે રીતે સરકારી યોજનાઓ અમલમાં છે.તે રીતે જાંબુથાળા ગામે અમલ કરવા વ્યવસ્થા કરવા વીનંતી છે.
(૨) જાંબુથાળા ગામથી ખાંભા, કાસીયા, લીમધા, હરીપુર, ભંભાપોળ, સાસણ, ડેડકડી, સાથે જોડતા રસ્તા પર અવર જવર કરવા સેટલમેન્ટના ખેડુતે તથા માલધારીઓને મંજૂરી આપવા વીનંતી છે..
(૩) ઉપર મુજબના ગામોને જોડતા રસ્તાઓ મેટલના બનાવવા તથા રસ્તામાં આવતા વોકળા તથા નદીનાળા પર પુલ્યા બનાવવા. માંગણી છે.
(૪) જાંબુથાળા ગામની બાજુમાંથી પસાર થતા નદી નાળા વોકળા પર ચેકડેમ બનાવવાનો યોજના મા સમાવેશ કરવા વીનંતી છે.
(૫) જાંબુચાળા ગામે વિસાવદર તથા જુનાગઢ ને જોડતી એસ.ટી બસ દિવસમાં એક વખતે આવે તેવી બસની વ્યવસ્થા કરાવવા વીનંતી છે.
(૬) જાંબુથાળા ગામમા કાયમી લાઈટ કનેકશન જયોતીગ્રામ યોજના હેઠળ પુરૂ પાડવા માંગણી છે.
(૭) જાંબુથાળા ગામે આંગણવાડી,પ્રાથમીક શાળા, મધ્યાન ભોજન યોજનાની વ્યવસ્થા કરવા માંગણી છે.
(૮) વન્ય સંપતીને લાકડાને નુકશાન ન થાય તે માટે રાંધણ ગેસના ધર દીઠ કનેકશન આપવા માંગણી છે..
(૯) જાંબુશાળા ગામે આવેલ મંદીરો, દરગાકો ની મુલાકાત આવતા દર્શનાર્થીને રોક ટોક વીના પ્રવેશ આપવા તથા મંદીરના પુજારી તથા દરગાહના મુજાવર ને સેવા પુજા લોબાનબતી માટે આવવા પ્રવેશપત્ર ઓળખકાર્ડ આપવા માંગણી છે.
(૧૦) માલધારી અને સેટલમેન્ટના ખેડુતોના મહેમાનો સબંધીઓ મજૂરોને વીના રોક ટોક પ્રવેશ આપવા સુચના આપવા વીનંતી છે.
(૧૧) જાંબુશાળા ગામે સરકારી ડોકટર નીયમીત મુલાકાત લે તેવી વ્યવસ્થા કરવા અને જંતુનાશક દવાઓનો નીયમીત છંટકાવ કરવા માંગણી છે.
(૧ર) સંપર્દશ તથા વન્ય પ્રાણીઓના હુમલાના કારણે અવસાન પામતા માલધારી તથા ખેડુતો તથા તેના કુટુંબીઓને પુરતી આર્થિક સહાય આપવા માંગણી છે.
(૧૩) માલધારી તથા ખેડુતોને શુધ્ધ પાણી મળી રહે તે માટે કયાત પાણીના શેષનું કલોરીનાઈઝેશન નીયમીત કરાવવા માંગણી છે.
(૧૪) જાંબુથાળા ગામના માલધારી તથા ખેડુતે તથા તેના કુટુંબના દરેક વ્યકિતને વન વિભાગના ઓળખપત્ર આપવા માંગણી છે.
(૧૫) જાંબુથાળા ગામનું મતદાન તાલાલા વિધાનસભા વિસ્તારમાં તથા પંચાયત ચુંટણીમાં તાલાલા વિસ્તારમાં સમાવેશ થાય છે. તથા રેન્જ ફોરેસ્ટ વિભાગ મેદરડા તાલુકામાં સમાવેશ થાય છે. જયારે મામલતદાર કચેરી તથા પોલીસ સ્ટેશન વિસાવદર તાલુકામાં લાગુ પડે છે. જેથી આ વિસ્તાર વિસાવદર તાલુકા સાથે જોડાયેલ છે.તથા પોલીસ સ્ટેશન તથા મામલતદાર કચેરી વિસાવદર માં સમાવેશ થતો કોચ જેથી અમારૂ ગામ તાલાલા વિધાનસભામાંથી કાઢી અને વિધાનસભા વિસાવદર માં સમાવેશ કરવા તથા કાયમી મતદાન મથક જાંબુચાળા આપવા માંગણી છે.
(૧૬) અમારૂ જાંબુચાળા ગામ વિસાવદર ની નજીક કોચ તથા ડેડકડી રેન્જમાં સમાવેશ કોચ ડેડકળી રેન્જ મેદરડા તાલુકામાં આપતી હોય જેથી અમારા રાઉન્ડનો વિસાવદર રેન્જમાં સમાવેશ કરવો.
(૧૭. સરકારશ્રીને પંચાયત વિભાગ તથા સેટલમેન્ટના અન્ય ગામોમા જે રીતે વડાપ્રધાન આવાસ યોજના નો લાભ અપાય છે. તે રીતે જાંબુથાળા ગામે લાભઆપવો તથા માલધારી તથા સેટલમેન્ટના ખેડુતો પોતાના રહેણાંક મકાનોમા સુધારા વધારા કરી મકાન બનાવે તેને મંજૂરી આપવા માંગણી છે.
(૧૮. જાંબુશાળા ગામે આવેલ સ્મશાન અને કબ્રસ્તાન નીમ કરવા માંગણી છે.
માલધારીઓના મુખ્ય મુદાઓ ::
(૧) માલધારીઓ પાસેથી અગાઉ જે રીતે માલઢોરની મસવાડી લેવાતી હતી. તે મસવાડી ૧૯૭૬ થી બંધ કરેલ છે. તે ચાલુ કરવા માંગણી છે
(૨) માલધારીઓના પશુઓની નોંધ રેન્જ ઓફીસે કરવી અને દરવર્ષે એમા થતા ફેરફાર કરવા સુચના આપવાં માંગણી છે.
(૩) માલધારીઓ પોતાના પશુઓ અનામત વીડી વિસ્તારમાં ચરાવી શકે તે માટે પરવાનગી આપવી માંગણી છે.
(૪) માલધારીના પશુઓને વન્ય કીસક પ્રાણીઓ શીકાર કરે ત્યારે પુરતુ વળતર આપવા માંગણી છે.
(૫) માલધારીઓના સગા કુટુંબો તથા મહેમાનો ને રોક ટોક વીના તેમન ધરે આવવા જવા દેવા પરવાનગી આપવા માંગણી છે.
(૯) માલધારીના પશુઓના આરોગ્યની રસીકરણ ની કામગીરી માટે પશુ ચિકીત્સક અધિકારી વેટરનીટી ડૉકટર, નિયમિત મુલાકાત લે તેવુ આયોજન કરવા માગણી છે.
(૭) માલધારીનું ખાતર વેચાણ કરવા માટે અગાઉ અપાતા તે પાસ ઈસ્યુ કરવા તથા ખાતર પરીવહન કરવા માટે વાહન પ્રવેશવા મંજૂરી આપવા માંગણી છે.
(૮) માલધારીઓ પોતાના પશુઓનુ દુધ સારા ભાવે સડકારી ડેરીમા વહેંચી શકે તે માટે ખરીદી કેન્દ્ર જાંબુથાળા માં મંજુર કરવા વીનંતી.
(૯) સરકારી અધીકારીઓ મફતનું દુધ, માખણ,ઘી માટે માલધારીઓને દબાવે નકિ તેમાટે માટે યોગ્ય સુચનાઓ આપવા વીનંતી છે.
(૧૦)માલધારીઓ પશુઆહાર તથા નીરણપુળો) તથા ચારો બડારથી લાવે તે વાકનને પ્રવેશવા મંજૂરી આપવા માંગણી છે.
(૧૧) જંગલમા ઉગતુ કુદરતી ઘાસ કોન્ટ્રાકટરો મારફત કપાવી વન વિભાગ ગાંસડી બનાવે છે તે રીતે માલધારીને પણ નજીવી કીમત લઈ ધાસ ચારાની ગાસડીઓ પુરી પાડવા અથવા પોતાના ખર્ચે જંગલમાંથી ધાસ કાપવા મંજૂરી આપવા માંગણી છે.
(૧૨) માલધારીઓ હિંસક પ્રાણીઓથી માલઢોરનું રક્ષણ કરવા લાકડી,કુડાડી જેવા સાધનો સાથે રાખે ત્યારે તેઓને તેમા કનડગત ન કરવા સુચના આપવા વીનંતી છે.
ગુજરાત રાજ્ય સમસ્ત બલોચ મકરાણી સમાજના પ્રમુખ જહાંગીરભાઈ બ્લોચ મુખ્યમંત્રીશ્રી સમક્ષ સવિસ્તાર અભ્યાસપૂર્ણ વર્ણન સાથે વિસ્તૃત રજૂઆત કરી કાયમી નિરાકરણ માટે યોગ્ય કરવા માંગણી કરી છે.

 

(10:28 PM IST)