<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

દ્વારકા જિલ્લામાં વરસાદથી વર્તુ 2 ડેમના દરવાજા ખોલાયા: રાવલ ગામ પાસે કાર પાણીમાં તણાઈ

ખંભાળિયા, ભાણવડ અને કલ્યાણપુર, દ્વારકા પંથકમાં વરસાદ પડ્યો

દ્વારકા: હવામાન વિભાગની આગાહીના પગલે દ્વારકા જિલ્લામાં સર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના ખંભાળિયા, ભાણવડ અને કલ્યાણપુર, દ્વારકા પંથકમાં વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે નવરાત્રીમાં ગરબા સંચાલકો ચિંતામાં મુકાયા છે. તો ધરતી પુત્રોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવી સ્થિતિ છે.

દ્વારકા જિલ્લામાં ભાણવડ પંથકમાં પડેલ વરસાદને પગલે વર્તુ 2 ડેમના બે દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા. વર્તુ 2 ડેમના બે દરવાજા એક ફૂટ ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોના 14 ગામોને એલર્ટ કરાયા છે. બીજી તરફ ધોધમાર વરસાદના પગલે દ્વારકા જિલ્લામાં જનજીવન ખાસુ પ્રભાવિત થયું છે. વરસાદના પગલે કલ્યાણપુર-પોરબંદરને જોડતા સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. વરસાદના પગલે રાવલ પાસે આવેલ પુલ પર પાણી ફરી વળતા અલ્ટો કાર પણ પાણીમાં તણાઈ હતી. સતત બે દિવસથી વરસી રહેલા વરસાદથી દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

 

 


 

(11:13 PM IST)