<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

મોરબી જિલ્લામાં 14 સ્થાનો પર સંઘ શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિજયાદશમી ઉત્સવ ઉજવાશે

ઉત્સવ અંતર્ગત શસ્ત્રપૂજન, પથસંચલન તથા જાહેર કાર્યક્રમ સાથે સંઘના શતાબ્દી વર્ષના સંકલ્પોને ધ્યાનમાં રાખીને વિશેષ કાર્યક્રમો પણ રજૂ કરાશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : વર્ષ 2025 -26 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ તરીકે ઉજવણી કરશે. આ અવસરને સમાજ પરિવર્તનનું માધ્યમ બનાવવા સંઘ દ્વારા આ વર્ષે વિજયાદશમી ઉત્સવ વિશેષ ભવ્યતા સાથે ઉજવવામાં આવશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ડૉ. કેશવ  બલીરામ હેડગેવારે વર્ષ 1925માં વિજયાદશમીના દિવસે કરી હતી. આવતી તારીખ 2 ઓક્ટોબર 2025 ને ગુરુવારના રોજ સંઘ સ્થાપના ના 100 વર્ષ પૂર્ણ થશે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં કુલ 14 સ્થળોએ વિજયા દશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવ અંતર્ગત શસ્ત્રપૂજન, પથસંચલન તથા જાહેર કાર્યક્રમ યોજાશે. સાથે જ સંઘના શતાબ્દી વર્ષના સંકલ્પોને ધ્યાનમાં રાખીને વિશેષ કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે.
મોરબી જિલ્લામાં થનારા ઉત્સવોની માહિતી આ પ્રમાણે છે.
માળિયા તાલુકાનો ઉત્સવ : ૦૨/૧૦/૨૫ ગુરુવાર
સ્થાન – જુના આમરણ , મોરબી તાલુકો
સાંજે ૪:૦૦ વાગ્યા સંચલન અને જાહેર કાર્યક્રમ
મોરબી તાલુકાનો ઉત્સવ ૦૫/૧૦/૨૫ રવિવાર
સ્થાન – ઘુંટુ (બહુચરાજી માતાજીનું મંદિર), મોરબી.
સાંજે ૪:૦૦ વાગ્યા સંચલન અને જાહેર કાર્યક્રમ

વાંકાનેર તાલુકાનો ઉત્સવ ૦૫/૧૦/૨૫ રવિવાર
સ્થાન – નવા  ઢુવા, વાંકાનેર
સાંજે ૪:૦૦ વાગ્યા સંચલન અને જાહેર કાર્યક્રમ
ટંકારા તાલુકાનો ઉત્સવ ૦૨/૧૦/૨૫ ગુરુવાર
સ્થાન – લક્ષ્મીનારાયણ ગરબી ચોક, ટંકારા
સાંજે ૪:૦૦ વાગ્યા સંચલન અને જાહેર કાર્યક્રમ
પડધરી તાલુકાનો ઉત્સવ ૦૨/૧૦/૨૫ ગુરૂવાર
સ્થાન: મોવૈયા, પડધરી
સાંજે ૪:૦૦ વાગ્યા સંચલન અને જાહેર કાર્યક્રમ

વાંકાનેર નગર , નીલકંઠ ઉપનગર નો ઉત્સવ ૦૫/૧૦/૨૫ રવિવાર
સ્થાન – વિદ્યાભારતી, વાંકાનેર
સાંજે ૬ઃ ૦૦ વાગ્યા સંચલન અને જાહેર કાર્યક્રમ

જોગજતી ઉપનગરનો ઉત્સવ  ૦૫/૧૦/૨૫ રવિવાર
સ્થાન – આરાધના ધામ, વાંકાનેર

સાંજે ૫ઃ ૦૦ વાગ્યા સંચલન અને જાહેર કાર્યક્રમ

રવાપર ઉપનગરનો ઉત્સવ ૦૫/૧૦/૨૫ રવિવાર
સ્થાન – પ્રમુખ રેસિડેન્સી, મોરબી
સમય – રાત્રે ૯:૦૦ વાગ્યે જાહેર કાર્યક્રમ

નરસંગ ઉપનગરનો ઉત્સવ ૦૪/૧૦/૨૫ શનિવાર
સ્થાન – નવયુગ પ્રી-પ્રાઇમરી સ્કુલ, મોરબી
સમય – રાત્રે ૯:૦૦ વાગ્યે જાહેર કાર્યક્રમ

ચિત્રકૂટ ઉપનગરનો ઉત્સવ ૦૨/૧૦/૨૫ ગુરૂવાર,
સ્થાન – મોટેશ્વર મહાદેવ , ભક્તિનગર સર્કલ,મોરબી
સમય – સાંજે  ,5:3૦ વાગ્યે સંચલન ,જાહેર કાર્યક્રમ
ડૉ બાબાસાહેબ આંબેડકર ઉપનગરનો ઉત્સવ
૦૨/૧૦/૨૫ રવિવાર
સ્થાન – ગોકુલ ફામઁ,  વાવડી રોડ,મોરબી
સમય – સાત્રજે  , ૫:૦૦ વાગ્યે સંચલન ,જાહેર કાર્યક્રમ
દરબારગઢ  ઉપનગરનો ઉત્સવ ૦૨/૧૦/૨૫ ગુરૂવાર
સ્થાન – ડાયમંડ બેકરી સામે નુ મેદાન,મોરબી
સમય – સાંજે  ૪ઃ૩૦  વાગ્યે જાહેર કાર્યક્રમ
લાલબાગ ઉપનગરનો ઉત્સવ ૦૪/૧૦/૨૫ શનિવાર
સ્થાન – શિવપાકઁ, ભાગ્યલક્ષ્મી, મોરબી
સમય – રાત્રે ૯ઃ૦૦    વાગ્યે જાહેર કાર્યક્રમ.
વિજયાદશમી ઉત્સવ સત્ય અને ધર્મના વિજયનું પ્રતિક છે. મોરબી જિલ્લાના સંઘના સ્વયંસેવકો તથા સમાજના તમામ ભાઈઓ-બહેનોને આ પાવન અવસરની ઉજવણીમાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે.

(11:44 PM IST)