<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

મોરબીમાં ૧.૦૩ કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલ સરદાર બાગનો લોકાપર્ણ કાર્યક્રમ, ૧૭.૨૯ કરોડના વિકાસ કામોના ખાતમુર્હત કરાશે.

વિવિધ ૧૮ કામોના ખાતમુર્હત અને રૂ ૧.૦૩ કરોડના ખર્ચે સંપન્ન થયેલ સરદાર બાગનો લોકાપર્ણ સમારોહ યોજાશે

મોરબી: મોરબીમાં આવેલ વિવિધ રોડ રસ્તાઓ સહિતના વિકાસ કાર્યોના કામ ચાલી રહ્યા છે જેમાં રૂ ૧૭.૨૯ કરોડના ખર્ચે બનનારા વિવિધ ૧૮ કામોના ખાતમુર્હત અને રૂ ૧.૦૩ કરોડના ખર્ચે સંપન્ન થયેલ સરદાર બાગનો લોકાપર્ણ સમારોહ મંગળવારે યોજાશે

મોરબીના શનાળા રોડ પર આવેલ સરદાર બાગનો લોકાપર્ણ સમારોહ તા. ૩૦ ને મંગળવારે સાંજે ૫ : ૩૦ કલાકે યોજાશે જે પ્રસંગે સાંસદ પરષોતમભાઈ રૂપાલા, વિનોદભાઈ ચાવડા, રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીલ્લા કલેકટર કે બી ઝવેરી, મ્યુનીસીપલ કમિશ્નર સ્વપ્નીલ ખરે અને નાયબ કમિશ્નર સંજયકુમાર સોની તેમજ કુલદીપસિંહ વાળા ઉપસ્થિત રહેશે.


 

(1:08 AM IST)