News of Tuesday, 30th September 2025
કચ્છમાં માતાના મઢમાં હોમાદિક ક્રિયા ઉત્સવ ઉજવાયો :જુઓ વિડીયો
રાજાબાવા શ્રી યોગેન્દ્રસિંહજીના હસ્તે હવનમાં બીડુ હોમાયુઃ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટયા

રાજકોટ-ભુજ તા. ૩૦ :.. માં આશાપુરા ધામ માતાના-મઢ કચ્છ ખાતે તા.૨૯.૦૯.૨૦૨૫ના આસો સુદ-૭ સોમવારે રાત્રીના રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજીના અધ્યક્ષ સ્થાને હોમાદિક ક્રિયા રાત્રીના ૮ કલાકે શરૂ થયેલ રાજા બાવાશ્રી માં આશાપુરા તેમજ માં હિંગળાજ માતાજીની પુજા અર્ચન કરી માતાજી પાસે હોમાદિક ક્રિયા માટે આજ્ઞા લઇ હવન વિધિ શરૂ કરેલ હતી.
સમગ્ર હવન વિધિ શ્રી દેવકળષ્ણ વાસુ તેમજ વિધ્વાન બ્રાહ્મણો ઉપસ્થિત રહેલ આ સમયે માતાના-મઢ ટ્રસ્ટીશ્રી ખેંગરાજી જાડેજા, શ્રી પ્રવિણસિંહ વાઢેર, ભુવા ચૌહાણ પરિવાર, રાજ પરિવારના આગેવાનો ભાયાતો તેમજ વિશાળ સંખ્યામાં માઇભક્તો દર્શનાર્થીઓ ઉપસ્થિત રહેલ તા.૩૦.૦૯.૨૦૨૫ના મંગળવાર રાત્રિના ૧૨-૩૦ કલાકે રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજીના વરદ હસ્તે હવનમાં બિડુ હોમવામાં આવેલ સમગ્ર વાતાવરણમાં આશાપુરાના નાદથી ગુજી ઉઠેલ.
માં આશાપુરાના દર્શનથી સૌની મનોકામના પૂર્ણ થાય છે. તા. ૩૦.૦૯.૨૦૨૫ના સવારે ૯-૩૦ કલાકે પત્રી વિધિ કાર્યક્રમ યોજવામાં આવેલ તેના અધ્યક્ષ સ્થાને નામદાર મહારાજકુમાર માં આશાપુરાને જાતર (પત્રી) ચડાવશે આ સમયે રાજ પરિવાર વિશાળ માઇભકતો આમંત્રિત મહેમાનો વિશાળ સંખ્યામાં માઇભકતો એ પત્રિ દર્શન વિધોનો લાભ લેશે. (તસ્વીર - અહેવાલ : વિનોદ ગાલા (ભુજ) વિનોદ પોપટ (રાજકોટ) (પ-૧પ)
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
