News of Tuesday, 30th September 2025
સેવા પખવાડિયા અંતર્ગત ભુજમાં સાંસદ વિનોદ ચાવડા દ્વારા યોજાયું વ્યાપારી સંમેલન
વર્ષ -૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર અને ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈના સંકલ્પને સાકાર કરવા સ્વદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવો એ હવે અતિઆવશ્યક : વિનોદ ચાવડા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને કરેલી સ્વદેશી અપનાવવાની હાકલને નાગરિકો તરફથી ખૂબ ઉત્સાહભર્યો પ્રતિસાદ મળી રહ્યો છે. દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા “સેવા પખવાડિયું - ૨૦૨૫” અંતર્ગત મોરબી કચ્છ લોકસભાના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા દ્વારા યક્ષ મંદિર, માધાપર, ભુજ મધ્યે‘વેપારી સન્માન સમારોહ તથા વેપારી સ્વદેશી સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત સૌ વેપારીઓનું સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું કે વર્ષ -૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર અને ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈના સંકલ્પને સાકાર કરવા સ્વદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવો એ હવે અતિઆવશ્યક છે. સ્વદેશી એટલે એવી વસ્તુઓ જે ભારતમાં, ભારતીય લોકો દ્વારા બનાવવામાં આવી હોય અને જેનાથી ભારતનો આર્થિક વિકાસ થાય. જો આપણે સૌ સ્વદેશી વસ્તુઓના ઉત્પાદન અને તેના ઉપયોગ પર ભાર મૂકીએ તો આપણે અન્ય દેશો પર નિર્ભર રહેવું નહીં પડે. સાંસદ વિનોદભાઈએ ઉપસ્થિત સૌ વેપારી ભાઈઓને સ્વદેશી ચીજ વસ્તુઓનું વેચાણ વધારવા અપીલ કરી હતી.
આ પ્રસંગે શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ ઠક્કર, અશોકભાઈ બરાડીયા, હિતેશભાઈ ખંડોર, જયંતભાઈ માધાપરિયા, પારુલબેન કારા, પ્રવિણાબેન રાઠોડ, શંભુભાઈ જરૂ, બાલકૃષ્ણભાઈ મોતા, માવજીભાઈ ગુંસાઈ, વાલાભાઈ ડાંગર, નરેશભાઈ શાહ, ચીમનભાઈ, દાદુભા ચૌહાણ, દીપકભાઈ ડાંગર, વિજયભાઈ રાજપુત, વિનોદભાઈ પિંડોરીયા, મહેન્દ્રભાઈ વરૂ, નારણભાઈ મહેશ્વરી, ભાવેશભાઈ ગઢવી, પ્રવિણભાઈ ચોથાણી, નરેન્દ્રભાઈ ઠક્કર તથા બહોળી સંખ્યામાં વેપારી ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. તથા આ કાર્યક્રમને સફળ બનાવવા દિનેશભાઈ ઠક્કર અને હિતેશભાઈ ખંડોર એ જહેમત ઉઠાવી હતી.
(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
