<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

કચ્છમાં ફરી ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની ઘટના: નશામાં ધુત ટ્રેલર ચાલકે ગાયોને હડફેટે લેતાં ૩ ગૌ માતાઓના મોત : જુઓ વિડિઓ

રસ્તા ઉપર યમદૂત બની ફરતા આવા નશેડી ચાલકોને તુરત જ જામીન પર છોડવાની કાર્યવાહી પણ ફેર વિચારણા જરૂરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦ : કચ્છમાં ફરી ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની ઘટના બની હતી નશામાં ધુત ટ્રેલર ચાલકે ગાયોને   હડફેટે લેતાં ૩ ગૌ માતાઓના મોત થયા છે.

દારૂ પી ને ગાડી ચલાવનારાઓ બેખોફ હોય એમ ગઈકાલે ગાંધીધામ બાદ આજે બીજો બનાવ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ખાવડા ભીરંડિયારા ટોલ ગેટ પાસે નશામાં ધૂત ટ્રેલર ચાલકે ગાયોને હડફેટે લીધી હતી. રસ્તા ઉપર યમદૂત બની ફરતા આવા નશેડી ચાલકોને તુરત જ જામીન પર છોડવાની કાર્યવાહી પણ ફેર વિચાર માંગી લે છે. 

(1:11 PM IST)