<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

ગીર સોમનાથ જીલ્લામાં ભારે વરસાદ વરસતા અનેક ગરબીના મંડપો ઉડયા

વૃક્ષો તૂટી પડયા : ગીર ગઢડાના શીંગોડા ડેમના ૨ દરવાજા ખોલાયા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૩૦: ગીર સોમનાથ જીલ્લા માં છેલ્લા ૧૬ કલાકમાં ભારે વરસાદ પવન થી અનેક ગરબીના મેદાનો પાણી પાણી થઈ ગયેલ હતા દરેક કાર્યક્રમો રદ થયેલ હતા હજુ પણ ભારે વરસાદ વરસી રહેલ છે બંદર ઉપર ભય સુચક સીગ્નલ ગોઠવવામાં આવેલ છે.

ગીર સોમનાથ જીલ્લા માં ભારે વરસાદ તોફાની પવન તેમજ વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ થયેલ હતો ૧૬ કલાકમાં ગરબાના મેદાનો,ગરીબી ચોકો પાણી પાણી કરી નાખેલ હતા ભારે પવનથી મંડપો, સ્‍ટેજ,સ્‍ટોલો ઉડી ગયેલ હતા ખુરશીઓ ફેકાય ગયેલ હતી તમામ ગ્રાઉન્‍ડ માં પાણી ભરાઈ ગયેલ હતા રવિવાર અને સોમવાર ના રોજ તમામ ગરબી ઓ બંધ રહેલ હતા ફકત અમુક શેરી ગરબાઓ ચાલુ રહેલ હતા બંદર માં ૩ નંબરનું સીગ્નલ આપવામાં આવેલ હતું માછીમારોને તાત્‍કાલીક દરીયા કિનારે આવવા સુચના અપાય છે વેરાવળ સુત્રાપાડા ના નીચાળવાળા વિસ્‍તારોમાં પાણી પણ ભરાઈ ગયેલ છે સુત્રાપાડા માં રોડ ઉપર વળક્ષ પડી જતા રોડ બંધ રહેલ હતો તથા મીતયાજ થી ફાફડી ગટર માં પાણી બહાર નિકળતા ભારે હાલાકી સર્જાય હતી ગીરગઢડા તાલુકાના શીગોડા ડેમના બે દરવાજા ખોલાયેલ હતા.

તા.૨૮/૯/૨૫ ના સાંજે ૬ વાગ્‍યા થી તા.૨૯/૯/૨૫ ને સવારે ૧૦ વાગ્‍યા સુધી ૧૦ કલાક માં સુત્રાપાડા ૨૩૪,વેરાવળ ૧૫૫,ઉના ૧૪૯, કોડીનાર ૧૩૪,તાલાલા ૧૩૩, ગીરગઢડા ૯૧ મીમી વરસાદ પડેલ હતો ગ્રામ્‍ય શહેરીજનોએ મેઘ તાંડવ જેવો અનુભવ કરેલ હતો સતત વરસાદ થી મોટા ભાગની ગરબીઓ બંધ રહેલ હતી ફકત થોડી ગરબીઓ ચાલુ રહેલ હતી.

(10:39 AM IST)