<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

ગોંડલ નાગરિક સહકારી બેંકના ડિરેકટરની ચૂંટણી રદ કરી કસ્‍ટોડીયન મૂકવા માંગ

હાઇકોર્ટમાંથી લીધેલા વાંધાને પણ ચૂંટણી અધિકારીએ અવગણ્‍યોઃ ત્રણ હજારથી વધુ નામો મતદાર યાદીમાં ઉમેરી કરાવેલુ મતદાન ગેરકાયદેસર હોવાની રાજયના રજીસ્‍ટ્રારને રજુઆત

(જયસ્‍વાલ ન્‍યુઝ-જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૩૦ :.. ગોંડલ નાગરિક સહકારી બેંકના ડીરેકટરોની ચૂંટણીમાં ચૂંટણી અધિકારીએ જોહુકમી ચલાવી હોય અને સભાસદોએ હાઇકોર્ટમાં લીધેલા વાંધાને પણ ધ્‍યાને લીધા વિના થઇ હોય ચૂંટણી રદ કરી બેંકમાં કસ્‍ટોડીયન નીમવાની રાજયના રજીસ્‍ટ્રારને ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઇ કુંજડીયાએ રજૂઆત કરી છે. આ અંગે સંબંધિત પક્ષોને નોટીસ આપવામાં આવશે. કાર્યવાહી કરાશે તેમ રાજય રજીસ્‍ટ્રારે જણાવ્‍યું છે.

ગોંડલ નાગરિક સહકારી બેંકના સભાસદ અને ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઇ કુંજડીયાએ સ્‍ટેટ રજીસ્‍ટ્રારને લેખીત રજૂઆત કરી જણાવ્‍યું છે કે, ગોંડલ નાગરિક સહકારી બેંકના ડીરેકટરોની ગત તા. ૧પ-૯-ર૦ર૪ ના રોજ યોજાયેલી ચૂંટણીમાં ચૂંટણી અધિકારી તરીકે જે. બી. કાલરીયાએ પોતાની જોહુકમી ચલાવી ચૂંટણીની કાર્યવાહી કરી છે. આ ચૂંટણી પારદર્શક રીતે થઇ નથી. ચૂંટણી અધિકારી જીલ્લા રજીસ્‍ટ્રાર, સ્‍ટેટ રજીસ્‍ટ્રાર અને ગુજરાત હાઇકોર્ટના હુકમ ને ધોળીને પી જઇ કાર્યવાહી કરી છે. ચૂંટણી સહકારી કાયદાની કલમ (૧૧પ) ડી મુજબ કરવાની હતી છતાં કાયદાની ઉપરવટ જઇ ચૂંટણી કાર્યવાહી કરાઇ છે.

સહકારી કાયદાની કલમ (૧૧પ) ડીનું ઉલ્લંઘન કરીને મતદાર યાદીમાં ગેરકાયદેસર રીતે ૩૭૧૮ મતદારોનો ઉમેરો કરી મતદાર યાદી બનાવી ભાજપના આગેવાનોને સીધી રીતે મદગારી કરી છે.

આ ૩૭૧૮ મતદારોનો ઉમેરો કરી મતદાર યાદીમાં સમાવેશ કરવા સામે ગોંડલ નાગરિક સહકારી બેંકના પૂર્વ ચેરમેન અને એડવોકેટ યતિશભાઇ દેસાઇએ હાઇકોર્ટના ગત તા. પ-૮-ર૦ર૪ ના હુકમ મુજબ લેખીત વાંધો લીધો હોવા છતાં ચૂંટણી અધિકારી તરીકે જે. બી. કાલરીયાએ યતિશભાઇ દેસાઇની વાંધા અરજી નામંજૂર કરી હાઇકોર્ટના આદેશને પણ ધોળી ને પી ગયા હતાં. ૩૭૧૮ ગેરકાયદેસર રીતે મતદારોનો ઉમેરો કરી તેમનું મતદાન કરાવી ગેરકાયદેસર છે. ચૂંટણી કરી છે. જેની સામે આ ગેરકાયદેસર ચૂંટણીને બોર્ડ ઓફ નોમીની કોર્ટમાં પડકારતા જેમાં તા. ર૦-૮-ર૦રપ ના રોજ મુદત હતી બેંકના ચૂંટણી અધિકારી એ (૧૧પ) ડી મુજબના મતદારોની મતદાર યાદી બનેલ નથી. તેવું જણાવેલ છે. જેથી આ ચૂંટણી - ગેરકાયદેસર અને કાયદા વિરૂધ્‍ધની હોય તે રદ કરવા સ્‍ટેટ રજીસ્‍ટ્રારને લેખીત રજૂઆતમૉ જણાવ્‍યું છે.

બેંકની ચૂંટણી ગેરકાયદે રીતે થઇ હોય રદ કરવા અને બેંકમાં કસ્‍ટોડીયન નીમવાની માંગ કરાઇ છે.

સ્‍ટેટ રજીસ્‍ટ્રાર સમક્ષ અરજદાર આશિષભાઇ કુંજડીયાના એડવોકેટ તરીકે યતિશભાઇ દેસાઇએ જાતે હાજર રહી હાઇકોર્ટનો હુકમ રાજય રજીસ્‍ટ્રારનો હુકમ તથા જીલ્લા રજીસ્‍ટ્રાર આ હુકમ બતાવી રજૂઆત કરતા સ્‍ટેટ રજીસ્‍ટ્રાર પણ અચંબામાં પડી ગયા હતા તેમણે આ કેસ સબંધિત પક્ષકારોને સાંભળવા નોટીસ કાઢવામાં આવશે તેમ જણાવ્‍યું હતું.

હવે નાગરિક સહકારી બેંકના સત્તાધીશો અને ચૂંટણી અધિકારી તરીકે જે. બી. કાલરીયાની મીલી ભગત ખુલ્લી પડી જશે તેમ આશિષભાઇ કુંજડીયાએ અંતમાં જણાવ્‍યું હતું.

(1:46 PM IST)