News of Tuesday, 30th September 2025
સાવરકુંડલાના એડવોકેટ જયેશભાઈ પાંધીની ગુજરાત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક થઈ
અકિલા પરીવારના નખશિખ પ્રામાણિક પત્રકાર સ્વ.નંદલાલભાઈ પાંધીના સુપુત્ર અને પત્રકાર દીપકભાઈ પાંધીના લઘુબંધુ

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા.૩૦: સાવરકુંડલા શહેરના સંપૂર્ણ ગાંધી વિચારધારાને વરેલા અને અકિલા પરીવારના નખશિખ પ્રામાણિક પત્રકાર સ્વ. નંદલાલભાઈ પાંધીના સુપુત્ર અને પત્રકાર દીપકભાઈ પાંધીના લઘુબંધુ એડવોકેટ જયેશભાઈ પાંધીની ગુજરાત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક થતાં રઘુવંશી સમાજ તથા મિત્ર વર્તુળમાં હર્ષની લાગણી પ્રસરી જવા પામી છે.
જયેશ પાંધી પણ બિનરાજકીય પ્લેટફોર્મ સાથે ખૂબ સરળ અને નિખાલસ વ્યક્તિત્વ ધરાવે છે તેમની રાજ્ય સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક થતા અકીલા પરિવારના મોભી શ્રી કિરીટકાકા ગણાત્રાએ આશીર્વાદ પાઠવ્યા છે જ્યારે સાવરકુંડલા લોહાણા સમાજના અગ્રણી કિર્તીભાઈ રૂપારેલ, લોહાણા વિદ્યાર્થી ભુવનના પ્રમુખ અષ્ટકાંતભાઈ સૂચક, યુવા ઉદ્યોગપતિ અને ઓઇલ મીલર શ્યામભાઈ રૂપારેલ, ઈલેક્ટ્રોનિક કાટાના અગ્રણી વેપારી પંકજભાઈ નગદીયા, જાણીતા આર્કિટેક બીપીનભાઈ વણઝારા, વીર દાદા જસરાજ સેનાના સેવાભાવી પ્રમુખ અને લોહાણા મહાજનના સભ્ય હિતેશભાઈ સરૈયા, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને નાગરિક બેંકના ચેરમેન પ્રવીણભાઈ સાવજ, શહેર ભા. જ. પ. મહામંત્રી અને લોહાણા મહાજન ના સભ્ય રાજુભાઈ નાગ્રેચા , શહેર ભાજપ પુર્વ મહામંત્રી વિજયસિંહ વાઘેલા, અમરેલી જિલ્લા ના જાણીતાં સી.એ. એ. ડી. રૂપારેલ, અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિનેશભાઈ પોપટ, સાથી એડવોકેટ મિત્રો, બ્રહ્મસમાજના યુવા અગ્રણી સચિનભાઈ ભટ્ટ ,ચેમ્બર ઓફ કોમર્સ ના પૂર્વ મંત્રી ભુપેશભાઈ મહેતા, ડિસ્ટ્રીક ચેમ્બરના ઉપપ્રમુખ રાજુભાઈ શિંગાળા સહિત આગેવાનો, શુભેચ્છકોએ જયેશ પાંધીની નોટરી તરીકે નિમણૂક થતા શુભેચ્છાઓ પાઠવી છે. જયેશભાઇ પાંધી (મો.૭૮૧૭૮ ૨૪૫૫૮)
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
