News of Tuesday, 30th September 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું જોર ઘટયુઃ ઠંડો પવન
ગિરનાર પર્વત ઉપર, ધ્રોલમાં અડધો ઇંચઃ સર્વત્ર મિશ્ર હવામાન યથાવત

રાજકોટ તા. ૩૦ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર વરસાદનું જોર ઘટયુ છે. ઠંડો પવન ફુંકાઇ રહ્યો છે. આજે ગિરનાર પર્વત ઉપર અડધો ઇંચ વરસાદ પડયો છે.
જામનગરના ધ્રોલમાં પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : આજે સવારે ગિરનાર પર્વત પર વધુ અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે જૂનાગઢમાં ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
જુનાગઢ શહેર અને જિલ્લામાં રવિવારથી શરૂ થયેલ વરસાદ આજે પણ સતત ત્રીજા દિવસે ધીમીધારે શરૂ રહ્યો છે. સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં ૬ મીમી, વંથલી ૨૧ મીમી, જુનાગઢ ૧૬, ભેસાણ ૧, વિસાવદર ૧૪, મેંદરડા ૧૯, કેશોદ ૫૪, માંગરોળ ૧૦૪ મીમી, માળીયાહાટીના તાલુકામાં ૫૪ મીમી તેમજ ગિરનાર પર્વત પર ૨૭ મીમી નોંધાયો હતો.
આજે સવારે પણ જુનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગિરનાર પર્વત ઉપર સવારે વધુ ૧૦ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે જિલ્લાના અન્ય વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો હતો.
કેશોદ
(સંજય દેવાણી દ્વારા) કેશોદ :.. ગત રાત્રિના ઝરમરિયા વરસાદ વચ્ચે પણ ગરબીઓમાં ખેલૈયાઓ એ મન મૂકીને દાંડિયા ની મોજ માણેલ હતી.
રવિવારે રાત્રિ ના ગાજવીજ અને પવન સાથે મેઘરાજા એ એન્ટ્રી કરતા ગરબીઓ માં વિક્ષેપ થતા દાંડિયા રમતા ખેલૈયાઓ રંગમાં ભંગ પડેલ હતો. ગઈકાલે સવાર થી આખો દિવસ સમગ્ર સંપૂર્ણ વાતાવરણ વાદળછાયું રહેલ હતું અને ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવી સંભાવના જણાઈ રહેલી હતી.
આ સ્થિતિ વચ્ચે ગરબી ચાલુ રાખવી કે કેમ તે અંગે આયોજકો ભારે અવઢવમાં હતા . દરમિયાન દાંડિયા રસિકો ના આગ્રહને ધ્યાને લઈ લગભગ મોટાભાગની ગરબીઓ ઝરમરિયા વરસાદ વચ્ચે પણ ચાલુ રહેવા પામેલ હતી. અને ખેલૈયાઓ પણ મન મૂકીને રમ્યા હતા.
દરમિયાન ગઈકાલે સવારના ૭વાગ્યાથી આજ સવારના ૭ વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ નોંધાયેલ છે. આ સાથે સીઝનનો કુલ ૪૬ ઇંચ વરસાદ થવા પામેલ છે.
આજે સવારે ૧૦કલાકે આ સમાચાર લખાઈ રહ્યા છે,ત્યારે પણ વરસાદની વાતાવરણ યથાવત જોવા મળેલ છે. સવારથી સૂર્ય દર્શન થવા પામેલ નથી.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. આજે મંગળવારે સવારે તડકો નીકળ્યો હતો. હવામાન ખાતાની વરસાદની આગાહી વચ્ચે ભાવનગરમાં ઉઘાડ નીકળતા લોકોમાં રાહતની લાગણી જન્મી છે.
ગોહિલવાડ પંથકમાં આજે સવારથી ઉઘાડ નીકળ્યો હતો.
તેમજ છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લામાં કયાંય પણ નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. આજે સવારે ભાવનગરનું લઘુત્તમ તાપમાન ૨૪.૨ ડિગ્રી નોંધાયુ થયું હતું. સવારે વાતાવરણમાં ભેજ નું ઙ્કમાણ ૮૦્રુ રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ ૨૦ કી.મી. ઙ્કતિ કલાક રહી હતી.
છેલ્લા બે દિવસથી ભાવનગરમાં તેજ પવન ફૂંકાઈ રહ્યો છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
