<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

હવનાષ્‍ટમીની ઉજવણીઃ કાલે નવરાત્રી પુર્ણઃ ગુરૂવારે દશેરા-ગરબા વિસર્જન

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ભકતો દ્વારા માતાજીની આરાધનાઃ રાસ-ગરબાની એક-બે દિવસ રમઝટ બોલશે

રાજકોટ તા. ૩૦ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં હવે નવરાત્રી પર્વ વિરામ તરફ જઇ રહ્યુ છે. એક-બે દિવસ રાસ-ગરબાની રમઝટ બોલશે.

આજે આઠમુ નોરતુ હોવાથી હવનાષ્‍ટમીની ઉજવણી હવન કરીને કરવામાં આવી રહી છે. કાલે નવમા નોરતે નવરાત્રી પર્વ પુર્ણ થશે. ગુરૂવારે દશેરા પર્વ ઉજવાશે અને ગરબાનું વિસર્જન કરાશે.

ગોંડલ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ :..

નવરાત્રીનાં નવલા પાવન દિવસો માતાજી ની આરાધના સાથે ગરબાની રમઝટ બોલાવી રહ્યાછે.ત્‍યારે ગોંડલ નાં સહજાનંદનગર મહાકાળીનગર વિસ્‍તાર માં  હાઇવે હનુમાનજી મંદિર નાં સાનિધ્‍ય માં રાજભા ગોહિલ તથા દેવાભાઇ જમોડ આયોજીત માઁ ભગવતી ગરબી મંડળ દ્વારા શ્રીનાથજી પાર્ક સોસાયટી,સહજાનંદનગર, મહાકાળીનગર, સૈનિક સોસાયટી,પંચવટી સોસાયટી, મફતીયાપરા સહિત બાર ગરબી મંડળ ની બાળાઓને હનુમાનજી મંદિર નાં પટાંગણ માં ભોજન પ્રસાદ અપાયા હતા.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :..  ભાવનગરમાં કલાવૃતિ ગળપ દ્રારા ગરબાનું ખૂબ સુંદર આયોજન જાણીતા ચિત્રકાર ડો.ઊષાબેન પાઠકનાં ધરનાં મેદાનમાં કરવામાં આવેલ. આયોજનમાં કલાવૃતિ ગળપનાં સંચાલકશ્રીઓ  રેખાબેન વેગડ, અવનીબેન દવે અને  અંજલીબેન મહેતાએ ઉત્‍સાહભેર વ્‍યવસ્‍થા કરીને કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો. શ્રીમતી ઉર્મિલાબેન અને સતિષભાઈ પાઠક સૌનું ભાવભર્યું સ્‍વાગત અને સરભરા કરી હતી. કાર્યક્રમમાં કલાવળત્તિ ગ્રુપના બહેનો ઉપરાંત જાણીતા ચિત્રકારો અને કલાકારો જોડાયા હતા. 

(11:35 AM IST)