News of Tuesday, 30th September 2025
ગોંડલ નજીક ભંગાર ભરેલો ટ્રક પલ્ટી ખાઇ નદીમાં
ખાબકયોઃ કેબીનમાં દબાઇ જતા બસીરભાઇનું મોત રાજકોટ નહેરૂનગરમાં રહેતા ટ્રક ચાલક ભુણાવાથી ટ્રકમાં ભંગાર ભરી સિહોર જતા'તાઃ વરસાદના કારણે ખખડધજ રોડના લીધે અકસ્માત સર્જાયો હોવાની ચર્ચા

રાજકોટ તા.૩૦: ગોંડલ સુરેશ્વર રોડ પર નદીના પુલ પાસે ટ્રક પલટી ખાઈ ગોંડલી નદીમાં ખાબકત ટ્રક ચાલક વળધ્ધ ટ્રકની કેબીનમાં દબાઈ જતા તેનું મોત થયું હતું. ક્રેનની મદદથી વળધ્ધ ચાલકને કેબીનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં. રાજકોટના ટ્રાન્સપોર્ટના ધંધાથીનો ટ્રક ચલાવનાર ટ્રકચાલક ભુણાવામાંથી ભંગાર ભરી સિહોર જતા હતા દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી.
મળતી વિગતો મુજબ, બગસરામાં રહેતા બસીરભાઈ ઇબ્રાહીમભાઇ વડગામા (ઉ.વ ૬૨) નામના વળધ્ધ રાજકોટમાં રૈયા રોડ પર નહેરૂનગર શેરી નં.૩ આમ્રપાલી સિનેમા પાછળના રોડ પર રહેતા મોહમ્મદઈરફાન મોહમ્મદહનીફ લીંબડીયા (ઉ.વ ૪૬) કે જેઓ ટ્રાન્સપોર્ટના ધંધાર્થી હોય તેમનો ટ્રક ચલાવતા હતા.
ગઈ તા. ૨૭/૯ ના રાત્રે ટ્રાન્સપોર્ટના ધંધાર્થી ઈરફાનભાઇને ડ્રાઇવર બસીરભાઈએ ફોન કરી કહ્યું હતું કે, હું ટ્રક લઈને અહીંયા ભુણાવા ખાતે ભંગાર ભરવા માટે આવ્યો છું આ ભંગાર ભરી સિહોર ખાતે ખાલી કરવા જવાનું છે તેમ જણાવી ફોન મૂકી દીધો હતો. બાદમાં તા. ૨૮ ના રાત્રે અજાણ્યા નંબર પરથી ઇરફાનભાઇને ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારો અશોક લેલેન્ડ ટ્રક નંબર જીજે ૧૨ એટી ૭૫૩૫ અહીં ગોંડલ સુરેશ્વર રોડ પર આવેલા પુલ પછીના રોડ પરથી નીચે ઉતરી જઇ ગોંડલી નદીમાં પલટી મારી ગયો છે અને ટ્રક નીચે ડ્રાઇવર કેબીનમાં દબાઈ ગયો છે. જેથી ટ્રાન્સપોર્ટના ધંધાર્થી ઈરફાનભાઇ સ્થળ પર પહોંચ્યા હતા. આ દરમિયાન ડ્રાઇવર બશીરભાઈના ભાઈ આરીફભાઈ વડગામા તથા અફઝલ વડગામા, ઇમરાન લુલાણીયા પણ આવી ગયા હતા. ત્યારબાદ ક્રેન મંગાવી ટ્રક ઉંચો કરી બસીરભાઈને કેબીનમાંથી બહાર કાઢી ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મૃતક ટ્રક ડ્રાઇવર બસીરભાઇ ઇબ્રાહીમભાઇ વડગામા (ઉ.વ ૬૨) બગસરાના વતની હતા તેમને સંતાનમાં પાંચ પુત્રી અને એક પુત્ર છે. તેઓ પાંચ ભાઇ, ત્રણ બહેનના પરિવારમાં વચેટ હતા. રાજકોટના ટ્રાન્સપોર્ટના ધંધાર્થી મોહમ્મદઈરફાન લીંબડીયાને ત્યાં નોકરી કરતા હતા. તા.૨૮ ના તેઓ ટ્રક લઈ ભુણાવાથી ભંગાર ભરી સિહોર જતા હતા દરમિયાન આ ઘટના બની હતી. બનાવને લઇ મુસ્લિમ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
