<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

જસદણના સહકારી અગ્રણી અરવિંદભાઇ તાગડીયાને રાષ્‍ટ્રીય કક્ષાએ સહકારીતા શિરોમણી એવોર્ડ એનાયત

 

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા. ૩૦ : જસદણ તથા વિછીયા તાલુકાના સહકારી અગ્રણી અરવિંદભાઈ ધનજીભાઈ તાગડીયાને તાજેતરમાં કળષક ભારતી કો ઓપરેટિવ લિમિટેડ તરફથી દિલ્‍હી ખાતે યોજાયેલી વાર્ષિક સાધારણ સભામાં સહકારીતા શિરોમણી એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે  કળભકોના ચેરમેન  સુધાકર ચૌધરી, વાઇસ ચેરમેન  ચંદ્રપાલસિંહજી, ડિરેક્‍ટર શ્રી મગનભાઈ વડાવિયા, ડિરેક્‍ટર શ્રી બીપીનભાઈ પટેલ, રાજકોટના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્‍દ્રીય  મંત્રી મોહનભાઈ કુંડારીયા તેમજ દેશભરના કળભકોના  ડેલીગેટ તેમજ કળભકોના એમડી તથા સિનિયર સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યો હતો. જસદણ વિસ્‍તારના અગ્રણીને સહકારી એવોર્ડ મળતા ગૌરવરૂપ પ્રસંગ બન્‍યો છે. સાણથલી સહકારી મંડળી, જસદણ માર્કેટિંગ યાર્ડ, રાજકોટ  ડિસ્‍ટ્રીક બેંક સહિતના સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા જસદણના પીઢ સહકારી અગ્રણી અરવિંદભાઈ તાગડીયાને રાષ્‍ટ્રીય કક્ષાએ સહકારિતા શિરોમણી એવોર્ડ મળતા રાજકોટ ડીસ્‍ટ્રીક બેંકના ચેરમેન અને ધારાસભ્‍ય જયેશભાઈ રાદડિયા, આરડીસી બેંકના જનરલ મેનેજર વી.એમ. સખીયા,  આર.ડી.સી બેંકના ઉપપ્રમુખ મગનભાઈ વડાવિયા, આરડીસી બેંકના ડિરેક્‍ટરશ્રીઓ, જસદણ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ રમેશભાઈ હિરપરા,  વિંછીયા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ કડવાભાઈ જોગરાજીયા, આરડીસી બેંકના ઝોનલ મેનેજર હર્ષદભાઈ કાકડીયા, જસદણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડના ચેરમેન કાળુભાઈ તલાવડિયા, જસદણ વિછીયા યાર્ડના તમામ ડિરેક્‍ટરશ્રીઓ તથા જસદણ વિછીયા તાલુકાના તમામ સહકારી આગેવાનોએ આનંદની લાગણી સાથે અરવિંદભાઈને અભિનંદન પાઠવ્‍યા હતા

(11:45 AM IST)