<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

ટંકારાઃઐતિહાસિક રામજી મંદિરે પરંપરાગત ગરબાના ગાન સાથે આરાધના

મંદિરના મહંત રામદાસ કુબાવત અને તેમના લઘુબંધુ જગદીશ કુબાવત દ્વારા તબલાના તાલે ગરબાનું ગાન

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા. ૩૦ :.. ટંકારા પંથકમાં આવેલા ઐતિહાસિક રામજી મંદિર પાસે નવદુર્ગા મંડળી દ્વારા નવરાત્રિના પાવન પર્વ દરમિયાન માતાજીની આરાધના અનોખા અંદાજમાં કરવામાં આવે છે. રામજી મંદિરના મહંત રામદાસ કુબાવત અને તેમના લઘુ બંધુ જગદીશ કુબાવત દ્વારા પરંપરાગત ગરબાઓનું ગાન કરી માતાજીની ભક્‍તિમય સેવા કરવામાં આવે છે.

આ ગરબાઓની ખાસિયત એ છે કે તે માઈ ભક્‍તો જેવા કે માઈ કલાપી, નરસિંહ મહેતા, દયા-કલ્‍યાણ, મલુજી, ભટ વલ્લભ, દાસ ખોડો, ચુનીલાલ, મુળુ ભગત, વેલા ભગત જેવા નામી-અનામી ભક્‍તો દ્વારા અનુભુતી થકી રચાયેલા છે, જે નવ દિવસ સુધી તબલાના ત્રણ તાલે ગવાય છે.

નવદુર્ગા ગરબી મંડળના પ્રમુખ રણજીતભા મહેશભા ગઢવી એ જણાવ્‍યું હતું કે અમારા વડવા કહેતા હતા કે મોરબી સ્‍ટેટ દ્વારા સ્‍થાપિત ત્રણ હાટડી ખાતેના આ મંદિરના પૂર્વ પૂજારી સ્‍વ. વજેરામ કુબાવતની કલા પ્રત્‍યેની રુચિ અને તેમના ધરેથી વિજયાબેનના કોકિલ કંઠે ગવાતા ગરબાની નાનપણથી ઉડી અસર હેઠળ. તેમના પુત્રો રામદાસ અને જગદીશ કુબાવત આ પરંપરાને પિતાશ્રી, માતાશ્રીની જેમ મધુર સ્‍વર અને શુદ્ધ ઉચ્‍ચારણ સાથે આગળ ધપાવે છે. આ બંને ભાઈઓ નવરાત્રિ ઉપરાંત ટંકારા પંથકમાં ધૂન-ભજન, સુંદરકાંડ, દર અગિયારસે નીકળતી પારેવડા મંડળીમાં પણ નિઃસ્‍વાર્થ ભાવે સેવા આપે છે, જેમાં અબોલ જીવો માટેની ભક્‍તિનું વિશેષ મહત્‍વ છે.આજના આધુનિક યુગમાં, જ્‍યાં વાણી અને કલાનો વેપલો ચોમેર ફેલાયેલો છે અને બધું જ કિંમતના માપદંડે નક્કી થાય છે, ત્‍યાં રામદાસ અને જગદીશ કુબાવત નિઃશુલ્‍ક ભક્‍તિની આ પરંપરાને જાળવી રાખે છે. તેમની આ સેવા ભક્‍તોમાં ખૂબ જ પ્રશંસનીય છે અને ટંકારા પંથકની ધાર્મિક-સાંસ્‍કળતિક ધરોહરને સમળદ્ધ બનાવે છે. (પ-૧૬)

(12:10 PM IST)