News of Tuesday, 30th September 2025
પોરબંદરમાં ‘પૂ. ભાઇશ્રી' ના અનુષ્ઠાનમાં અર્જુનભાઇ મોઢવાડીયા, બાબુભાઇ બોખીરિયા, દ્વારકા કલેકટર તન્ના પરિવાર ઉપસ્થિત

જુનાગઢ : પોરબંદરના સાંદીપનિ વિદ્યા નિકેતનમાં શારદીય નવરાત્રી ઉત્સવ નિમિતે ૪૪માં શ્રીરામચરિત અનુષ્ઠાના સાતમાં દિવસે દેવભૂમિ દ્વારકાના કલેકટર શ્રી તન્ના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતાં. તેઓ શ્રીરામચરિત માનસ અનુષ્ઠાન અને આરતીમાં જોડાયા હતાં. આ સાથે પોરબંદર વિસ્તારના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયાએ પણ ઉપસ્થિત રહીને શ્રીરામ ચરિત માનસ પોથીજીની આરતી કરી હતી. પૂજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સન્માન કરીને આશીર્વાદ આપ્યા હતાં. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા-જુનાગઢ)
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
