News of Tuesday, 30th September 2025
બગસરા પંથકના વાડી વિસ્તારમાં મજુર ઉપર દિપડાનો હુમલો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૩૦: અમરેલીના બગસરા પંથકમાં વાડીમાં રહેતાં ખેત મજુર પોતાના ઝૂંપડામાં સુતા હતા. ત્યારે અચાનક બે દીપડા તેમના ખેતરમાં આંટા ફેરા મારતા હતા એટલામાં એક દીપડો તેમના ઘરમાં ઘુસી ગયો હતો અને કલ્પેશભાઈ પારગી જેવો વિઠ્ઠલભાઈ મધુભાઈ રાખોલીયાના ખેતરમાં મજૂરીકામ કરવા આવેલ હતા અને ત્યાંજ રહેતાં હતા તેવો સુતા હતાતે દરમિયાન અચાનક દીપડો તેના ઉપર હુમલો કરવા જતા તેમનીનિંદર ખુલી જતા તેવો પોતાનો બચાવ કરવા રાડો નાખવા લાગતા દીપડાના નખ તેમના હાથપર વાગતા તેવો સવારના સમય દરમિયાન બગસરા સિવિલમાં સારવાર લીધી હતી. સદ નસીબે કોઈ જાનહાની થયેલ નથી. અને આ બાબતની જાણ જંગલ ખાતાને કરવામાં આવતા વન તંત્ર તત્કાલ ઘટના સ્થળે દોડી આવેલ હતા.
ધમકી
ધારી જુના સર્કીટ હાઉસના ગેઈટ પાસે સરસીયા ગામના ગૌરીશંકરભાઈ ખોડાભાઈ મહેતા ઉ.વ. ૭૫ ના દિકરાના દિકરાઓએ અગાઉ ધારીના રવિ ભરતભાઈ જોશી સાથે ઝગડો કરેલ હોય.તે સમયે રવિના માતા ઝગડા દરમ્યાન મરણ ગયેલ હોય. તે મનદુઃખ રાખી ગૌરીશંકરભાઈને જેમફાવે તેમ ગાળો બોલી શરીરે આડેધડ મુંઢમાર મારી માથામાં કંઈક હથિયાર વડે મારમારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યાની ધારી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.તેમજ સામાપક્ષે રવિકુમાર ભરતભાઈ જોશીએ આરોપી ગૌરીશંકરભાઈ ખોડાભાઈ મહેતા તથા તેમના પૌત્ર વિરુધ્ધ અગાઉ પોલિસ મથકમાં ફરિયાદ કરેલ હોય.જેમનદ ુખ રાખી રવિકુમાર જોશી એકવોકેટને જેમફાવે તેમ ગાળો બોલી શરીરે મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યાનીમાં ફરિયાદ નોંધાવી છે.
છેતરપીૅડી
વંડા પ્લોટ વિસ્તાર સ્વામિનારાયણ મંદિરવાળી શેરીમાં રહેતા ભરતભાઈ મધુભાઈ પાથરને આરટીઓ ચલણ એપીકે નામની એપ્લિકેશન બનાવનાર વ્યકિતએ તા. ૨૬-૮-૨૫ ના ઠગાઈ કરવાના ઈરાદે બનાવટી નામવાળી એપ્લિકેશન એનકેન પ્રકારે ભરતભાઈ સભ્ય હોય તે રાહુલ પાટડીયા નામના વોટસએપ ગ્રુપમાં મુકાવી તે એપ્લિકેશન ભરતભાઈએ ડાઉનલોડ કરતા ઈન્ડિયસન્ડ બેંક ખાતા નં. ૧૫૭૦૬૧૧૫૬૧૭૫ જેના આઈ એફસી કોડ આઈએનડીબી ૦૦૦૧૩૮૬ ના ખાતા ધારક સીતુકુમાર છોટેલાલ યાદવ રહે. બેગુસુરાઈ બિહારવાળાએ આરટીઓ ચલણ એપીકે મારફતે ફોન હેંગ કરી ઓટીપી તથા પાસવર્ડ મેળવી લઈ ભરતભાઈના બેંક ઓફ બરોડા વંડા શાખાના એકાઉન્ટ નં.૯૫૬૬૦૧૦૦૦૦૫૪૬૨ માંથી તેમની જાણ બહાર કટકે કટકે રૂા.૮૪, ૫૦૦ની ચોરી કરી પોતાના બેંક એકાઉન્ટમાં પૈસાટ્રાન્સફર કરી આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ભરતભાઈ સાથે ફોડ કરી ગુનો કર્યાની વંડા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
અપમૃત્યુ
રાજુલા લીંકડીયા શેરીમાં રહેતા મંત્ર લલીતભાઈ રાઠોડ ઉ.વ.૨૩ તા. ૨૭-૯ ના સવારે ૬:૪૫ કલાકે પોતાના ઘરે પાણી ભરવાની મોટરની સ્વીચ શરૂ કરવા જતા વીજશોક લાગવાથી મોત નિપજયાનું લલીતભાઈ વેલજીભાઈ રાઠોડે રાજુલા પોલિસ મથકમાં જાહેર કરેલ છે.બીજા બનાવમાંધારી તાલુકાના મોટી ગરમલી ગામે રહેતા નરસિંહભાઈ કવરાભાઈ ગામડ મુળ એમપીવાળાઅતુલભાઈ બાલુભાઈ ભંડેરીની વાડીમાં ઝેરી દવાનો છંટકાવ કરતા ઓચિંતા ચકકર આવવા લાગેલ.અને ઉલ્ટી ઉબકા થવા લાગતા ઝેરીની દવાની અસર થવાથી મોત નિપજયાનું જસુડીબાઈ નરસિંહભાઈ ગામડે ચલાલા પોલિસ મથકમાં જાહેર કરેલ છે. ત્રીજા બનાવમાં મુળ વડોદરા હાલ બાબરાના ઘુઘરાળા ગામે વનરાજભાઈ લખુભાઈ મકવાણાની વાડીએ અમોતભાઈ મન્નાભાઈ રાઠોડ ઉ.વ.૧૬ અસ્થિર મગજના કારણે ભુખ્યો તરસ્યો રાણપર ગામની સીમમાં મળત્યું પામ્યાનું મન્નાભાઈ કાનજીભાઈ રાઠોડે બાબરા પોલિસ મથકમાં જાહેર કરેલ .
છેતરપીંડી
સાવરકુંડલા સરકારી ગોડાઉન પાછળ રહેતા રાજેન્દ્રભાઈ ગોવિંદભાઈ મારૂ ઉ.વ. ૩૮ ને હિતેશ છબીલભાઈ બેલડીયા રહે. સાવરકુંડલા, કિશન રહે.દિલ્હી, ઉર્મિત હાલ રહે.દિલ્હી, સાગર હાલ રહે. દુબઈ, ગોંડલ ચોકડીપાસે મળેલહિતેશભાઈનામિત્ર તથા દિલ્હી ખાતે મારૂ બેંક ખાતુ વાપરનાર શખ્સોએ એકબીજા સાથે મળી મદદગારી બેંક ખાતું ગેમીંગ અને આઈપીઓનાકામેવાપરવા માટે આપવાના બદલામાં લોન કરાવી આપવાની લાલચ આપી રાજેન્દ્રભાઈ પાસેથી આઈડીએફસીફર્સ્ટ બેંક અનેઈન્ડિયુસન્ડ બેંકમાં ખાતા ખોલાવડાવી તેની ચેકબુક, એટીએમવગેરે મેળવી લીધેલ..જેમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક ખાતામાં રાજેન્દ્રભાઈ જણાવ્યા વગર રૂા.૧૯,૮૬,૮૭૨ના ટ્રાન્ઝેકશન કરી ઉપરોકત આરોપીઓએ રાજેન્દ્રભાઈના બેંક ખાતાઓમાં સાયબરફોડના નાણા જમા કરી તમામ નાણા પોતાની પાસે રાખી લઈ છેતરપીડી કરી ગુનો કર્યાની અમરેલી સાયબર ક્રાઈમ પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
