<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

ખંભાળીયાના માંઝા ગામે થયેલ લુંટના આરોપીઓને મધ્‍યપ્રદેશ જઇ દ્વારકા એસ.ઓ.જી.એ. પડકારોનો સામનો કરી ઝડપી લીધા

ખંભાળીયા, તા., ૩૦: થોડા દિવસો પહેલા માંઝા ગામે રાત્રીના સમયે થયેલ લુંટનો ગુન્‍હો વણ શોધાયેલ હોય જેથી તે લુંટનો ગુન્‍હો શોધી કાઢવા સારૂ આરોપીઓની હાલની હાજરી બાબતે ટેકનિકલ એનાલીસીસ કરતા લુટ કરનાર આરોપીઓ હાલ મધ્‍ય ઙ્કદેશ રાજ્‍યના આલીરાજપુર જિલ્લાના ઉદયગઢ કનાસ ગામે હોવાનું જણાયેલ પરંતુ સદરહું વિસ્‍તારમાંથી આરોપીઓને અટક કરવા માટે અનેક પડકારો હોય તેમજ આરોપીઓને પકડવા જતી પોલીસને ખૂબજ પડકાર જનક સ્‍થિતીનો સામનો કરવો પડતો હોય અને તે વિસ્‍તારના આરોપીઓ રીઢા, પોલીસ ઉપર હુમલો કરવાની ટેવ વાળા હોય જે તમામ બાબતોનો કયાસ મેળવી ઉપરી અધિકારીશ્રી સાથે જરૂરી ચર્ચા કરતા ટીમે જુસ્‍સાભેર કાર્યવાહી કરી જામ ખંભાળીયા પોલીસ સ્‍ટેશન એ પાર્ટ કલમ ૩૦૯(૬), ૩૩૧(૬), ૧૧૫(૨), ૫૪ મુજબનો ગુન્‍હો કરનાર  ૫ આરોપીઓને લુંટ થયેલ ચાંદીના ઘરેણા ૧૬૮ ગ્રામ કિં.રૂ.૧૬.૮૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી જામ ખંભાળીયા પોલીસ સ્‍ટેશનને સોંપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓમાં (૧) અલપસિંહ સ ઓફ ગુમાનસિંહ વિસુસિંહ માવી, ભીલ આદિવાસી, રહે.ઉદયગઢ, કનાસ ગામ, હટુ ફળીયા, તા.જોબટ, જી.આલીરાજપુર, (૨) થાનસિંગ સ.ઓફ જોતીયા નારસિંગ સિંગાડ, ભીલ આદિવાસી,  રહે થાંદલા ગામ, મલ કળીયા, તા જોબટ, (૩) કમરૂ સ.ઓફ ભુરસિંહ દિત્‍યા ભુરીયા, ભીલ આદિવાસી,  રહે.ઉદયગઢ, (૪) કેનુ સ ઓફ પીળુ માવી. ભીલ આદિવાસી, રહે ઉદયગઢ (૫) મહેશભાઈ સ.ઓફ બાલમુકુંદભાઈ કિશનલાલ સોની, રહે.ઉદયગઢનો સમાવેશ  થાય છે.

આ કામગીરી  (૧) કે.કે.ગોહીલ, ઈન્‍સ્‍પેકટર, ઈન્‍ચા.એસ.ઓ.જી.. (૨)  વી.એન.સીંગરખીયા,  સબ ઈન્‍સ્‍પેકટર, એલ.સી.બી.,  (૩) હરદેવસિંહ ગુમાનસિંહ જાડેજા, આસી.સબ ઈન્‍સ્‍પેકટર, એસ.ઓ.જી., (૪) નરેન્‍દ્રસિંહ દિલીપસિંહ રાઠોડ, હેડ કોન્‍સ્‍ટેબલ, એસ.ઓ.જી., (૫) વિજયસિંહ ઘેલુભા જાડેજા,  કોન્‍સ્‍ટેબલ, એસ.ઓ.જી.(૬)  ખેતશીભાઈ રામભાઈ મુન.  કોન્‍સ્‍ટેબલ. એસ.ઓ.જી., (૭) પબુભાઈ નાથાભાઈ માયાણી,  કોન્‍સ્‍ટેબલ, એસ.ઓ.જી.,(૮) સુમાતભાઈ અરજણભાઈ ચાવડા, કોન્‍સ્‍ટેબલ, એસ.ઓ.જી.,એ કરી હતી. 

(1:28 PM IST)