News of Tuesday, 30th September 2025
ખંભાળીયામાં ખેતરમાં ગોઠવેલ વાયરથી વીજ શોક લાગતા નંદીના મોતથી રોષ

ખંભાળીયા તા. ૩૦ :.. શકિતનગર વિસ્તારમાં એક ખેડૂતના ખેતરમાં પશુઓનો ત્રાસ રહેતો હોય આ તેણે ખેતરમાં ખુલ્લા વીજ વાયરો ગોઠવતા તેમાં એક નંદી ને શોક લાગતા તેનું મૃત્યુ નિપજયું હતું. મટેલા આ નંદીને ટ્રેકટર પાછળ બાંધીને તેનો નિકાલ કરવા તજવીજ થતાં એનિમલ કેર સંસ્થા ખંભાળીયાને જાણ થતાં તેમણે ઘટના સ્થળે પહોંચીને આ નંદીના મૃતદેહ તથા વાડી અને જીવંત વીજ વાયરોનું રેકોર્ડીંગ કરીને ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે. જીવંત વીજ વાયરોને કારણે અગાઉ પશુ તો ઠીક પણ લોકો પણ આ વાયરોથી મૃત્યુ થયા ના બનાવો પણ બન્યા હોવા છતાં ખેડૂતો દ્વારા રખાતા આવા વીજ શોકનો મુદ્્ો ભારે રોષપાત્ર બન્યો છે. તથા અબોલ જીવો પ્રત્યે સેંદના રાખનારાઓમાં રોષની લાગણી ફેલાઇ છે.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
