<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

ગાંધી જન્‍મ્‍યા હતા ગુજરાતમાં

હિંદને આઝાદી અપાવનાર ગાંધી જન્‍મ્‍યા હતા ગુજરાતમાં

પાંચસો રજવાડાને એક કર્યા તે સરદાર જન્‍મ્‍યા હતા ગુજરાતમાં

એ સત્‍યનો પુજારી હતા એ આઝાદીના અલગારી હતા

અંગ્રેજ સત્તા હાંકી કાઢવા તે પ્રબળ ચીનગારી હતા

ભલે તે છુપાયો છે તે નારામાં છવાયા છે

હર હિંદવાસીના દીલમાં છપાયા છે

ચાંદ - સૂરજ ને સીતારાઓ જ્‍યાં સુધી રહેશે આકાશમાં

યાદ રહેશે દેશ ભક્‍તોની હર શ્વાસમાં

પુતળીબાની કુખ ઉજાળી રોશન નામ કર્યું ગુજરાતનું

નેતાઓમાં ભૂલાયા ‘સલામત' એ દુઃખ છે એ વાતનું

‘સલામત' મુકુંદરાય ડી. જસાણી - બાબરા

(3:56 PM IST)