તા. ૧૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૧ શનિવાર
News of Tuesday, 30th September 2025
કાર લે-વેચમાં લાલચ આપીને ૭૦.૯૦ લાખની છેતરપીંડી કરનાર પીયુષ પટેલ ઝડપાયો
ઓઍલઍકસ અને કાર-૨૪ નામની ઍપ્લીકેશનમાં લાલચ આપતોઃ જૂનાગઢ ઍ ડિવીઝન પોલીસની ટીમને સફળતા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૩૦: OLX તથા CAR-24 નામની એપ.ના નામેથી ફોર વ્હીલ ગાડીઓ લે-વેંચની લોભામણી વાતો કરી ગ્રાહકોને લાલચ આપી સમગ્ર ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોના જુદા જુદા ગ્રાહકો સાથે થયેલ રૂ.૭૦,૯૦,૦૦૦/-રૂપીયાની છેતરપીંડી કરનારને મહાઠગને જુનાગઢ ''એ'' ડીવીઝન પોલીસે ઝડપી લીધેલ છે.
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાંજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાધલ્યા સાહેબ નાઓએ ચીંટીગ તથા ઠગાઇના ગુન્હાઓ કરતા ઇસમોને તાત્કાલીક પકડી પાડવા કાયદેસરની કાર્યવાહી કરવા સુચનાઓ આપી હતી.
ગઇ તારીખ ૨૫/૦૯/૨૦૨૫ ના રોજ જુનાગઢના રહીશ એક ફરીયાદીએ પો.સ્ટે. આવી ફરીયાદ આપેલ કે, ધવલ પટેલ નામના અજાણ્યા વ્યક્તિએ મો.નં.૯૮૭૯૬૮૧૫૭૫ ઉપર થી વાત કરી પોતાને કાર-૨૪, માંથી ધવલ પટેલ બોલુ છુ તેમ કહી ફરીયાદીને જુનાગઢ ઝાંઝરડા રોડ ઉપર રહેતા એક ડોક્ટરની સ્વીફ્ટ કાર બતાવેલ અને ડોક્ટરને એક્સેન્જમાં બ્રેઝા કાર આપવાનુ કહી ડોક્ટરને પોતાની કારની ઉચી કિંમત અપાવવાનું કહી તેઓના હસ્તકની સ્વીફ્ટ કારનો ફરીયાદી સાથે રૂ.૨,૨૫,૦૦૦/- જેવી નીચી કિંમતમાં સોદો કરી, કાર-૨૪, હસ્તક વહીવટ કરવો પડે અને કાર-૨૪, માં આંગડીયાથી પેમેન્ટ લેવાનુ કહી ફરીયાદીને વિશ્વાસમાં લઇ રૂ.૨,૨૫,૦૦૦/- નુ આંગડીયુ કરાવી પૈસા લઇ આરોપીએ પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દઇ ફરીયાદી સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી કરેલ હોવા અંગેની ફરીયાદ આપતા જુનાયઢ એ ડિવી પો.સ્ટે.માં ગુ.ર.નં. ૧૧૨૦૩૦૨૩૨ ૫૦૯૭૫/ ૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૧૬(૨),૩૧૮(૪) મુજબનો ગુન્હો રજી કરવામાં આવેલ હતો.
પોલીસે પીયુષ મહેશભાઇ પટેલ ઉ.વ.૩૯ રહે.૪૩, મારૂતી નંદન બંગલોઝ ગાયત્રી બંગ્લોઝ સામે કાંસા ગામ રોડ, વિસનગર જી.મહેસાણાને ઝડપી લીધેલ છે.
પકડાયેલ આરોપીએ ઉપયોગ કરેલ જુદા-જુદા નામો ધવલ પટેલ તથા અર્પીત પટેલ તથા હાર્દીક પટેલ તથા સંજય પટેલ તથા રાજેન્દ્ર પંચાલ તથા જૈમીન પટેલ તથા હેમલ પટેલ વીગેરે છે.
આરોપી OLX એપ્લીકેશનમાં કાર વેચાણ કરવા મુકેલ લોકોની જાહેરાત જોઇ ફોર વ્હીલના માલીકોનો જુદા જુદા મોબાઇલ નંબરોથી સંપર્ક કરી પોતા પાસે ઘ્ખ્ય્-૨૪ ની ફ્રેન્ચાઇઝી હોવાનું કહી, કારના માલીકો સાથે વાતચીત કરી ઉચા ભાવે કાર ખરીદવાની લાલચ આપી ચાલાકીથી માહિતી મેળવી લઇ, જે શહેરના કાર માલીક હોય તે જ શહેર અથવા આજુ બાજુના શહેરમાં ઓટો કન્સલ્ટનો વેપાર કરતા ડિલરોના Google માંથી ઓનલાઇન એપ્લીકેશનનો ફ્રોડ માટે ઉપયોગ કરી નામ અને મોબાઇલ નંબર મેળવી લઇ કાર ડિલરોને કોન્ટેક્ટ કરી કારના ફોટા તથા ડીટેલ મોકલી જે કાર નીચા ભાવે તેઓને અપાવવાનુ કહી કાર ખરીદનાર વેપારીને કાર વેંચનાર માલીક પાસે મોકલી કારના ભાવ બાબતે બન્નેને કોઇ વાતચીત નહી કરવા માટે કન્વીસ કરી ખરીદનારને કાર પસંદ આવે તો પેમેન્ટ મળ્યાના થોડા સમય બાદ કારની ડિલીવરી મળી જવાનું કહી વિશ્વાસમાં લઇ કાર માલીકને પ્રોસેસ થયા બાદ તેઓના ખાતામાં પેમેન્ટ મોકલવાનુ કહી પેમેન્ટ મળ્યા બાદ કારની ડિલીવરી ખરીદનારને આપી દેવાનું કહી વેચનાર તથા ખરીદનાર બન્નેને વિશ્વાસમાં લઇ કાર ખરીદનાર પાસેથી રૂપીયા આંગડીયા પેઢીથી મેળવી લઇ મોબાઇલ બંધ કરી બાદમાં નવા મોબાઇલ નંબરથી અન્ય ગ્રાહકો સાથે એ જ એમ.ઓ. થી છેતરપીંડી કરવાનો એમ.ઓ. ધરાવે છે.
આ કામગીરી એ ડિવી.પો.સ્ટે.ના પો.ઇન્સ. આર.કે.પરમાર, પો.સબ ઇન્સ. વાય.એન.સોલંકી, એ.એસ.આઇ. ભદ્રેશભાઇ રવૈયા, પો.હેડ કોન્સ. એમ.યુ.અબડા તથા એસ.એ.કારેથા, પો.કોન્સ. ખીમાણંદભાઇ સોલંકી તથા નરેન્દ્રભાઇ બાલસ તથા જીગ્નેશભાઇ શુક્લા તથા ડ્રા.પો.હેડ કોન્સ. ગોપાલભાઇ કિંદરખેડીયા તથા ના.પો.અધિ. જુનાગઢ શહેર વિભાગના એ.એસ.આઇ. કમલેશભાઇ કેડીયા તેમજ લોકલ ક્રાઇમ બ્રાંચના પો.કોન્સ. દિવ્યેશભાઇ ડાભી નાઓએ અલગ અલગ શોર્શીસ અને ટીમ વર્કથી કરેલ છે. આ કામેની આગળની વધુ તપાસ પોલીસ ઇનસ્પેક્ટર આર.કે.પરમાર નાઓ ચલાવી રહેલ છે.
પોલીસની અપીલ
OLX કે CAR-24 એપ્લીકેશનના નામે કે અન્ય કોઇ એપ્લીકેશનના નામે કે મારફતે કોઇપણ વ્યક્તિ/દલાલ/એજન્ટના વાહન ખરીદ વેચાણ બાબતે ફોન આવે અથવા તો લોભામણી લાલચની હકીકત જણાવે તો આવા વ્યક્તિની રૂબરૂમાં ખરાઇ કરી ડોકયુમેન્ટ તથા વાહનની ડિલીવરી મળ્યા બાદ જ પૈસા આપવા તે સિવાય એડવાન્સમાં પૈસાની માગણી કરે અથવા એડવાન્સ પૈસા આંગડીયા મારફતે મોકલવાનું કહી બાદમાં વાહનની ડિલીવરી આપવાનું જણાવે તો આવા ઇસમોથી સાવધાન રહેવા જુનાગઢ શહેર પોલીસની જાહેર જનતા જોગ અપીલ છે. (૯.૩૩)
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
