તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 30th September 2025
મોરબીમાં નવરાત્રિના સાતમા નોરતાથી શરૂ થયેલો વરસાદ આજે ત્રીજા દિવસે પણ ઝરમર સ્વરૂપે યથાવત : ખેલૈયાઓ-આયોજકો ચિંતિત
મોરબી શહેર સહિત લાલપર સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી વાતાવરણ : સાતમા નોરતે ગરબા આયોજન બંધ રહ્યા બાદ આઠમા નોરતે વરસતા વરસાદમાં ખેલૈયાઓએ માણી નવરાત્રિ

(પ્રવીણ વ્યાસ દ્વારા), મોરબી : મોરબી પંથકમાં ગત છ નોરતા રંગેચંગે ઉજવાયા બાદ સાતમા નોરતાથી નવરાત્રિના આયોજનમાં મેઘરાજાએ વિઘ્ન શરૂ કર્યું હતું. આ વિઘ્ન સતત ત્રીજા દિવસે પણ અવિરત ચાલુ છે, જેના કારણે ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતાનો માહોલ છે.
આજે પણ મોરબી શહેર સહિત તાલુકાના અનેક ગામોમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે અને ઝરમર વરસાદ વરસી રહ્યો છે. મોરબી શહેરમાં પણ સાંજના સમયે ઝરમર વરસાદ શરૂ થયો છે. આ ઉપરાંત લાલપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સતત ત્રીજા દિવસના વરસાદના કારણે ગરબા આયોજન પર અસર પડી છે. સાતમા નોરતે તો વરસાદના કારણે મોટાભાગના નવરાત્રી આયોજનો બંધ રાખવા પડ્યા હતા. જોકે, ગઈકાલે આઠમા નોરતે ખેલૈયાઓ જાણે મેઘરાજા સાથે લડી લેવાના મૂડમાં હોય તેમ, વરસતા વરસાદે ગરબે ઘૂમ્યા હતા.
આજે પણ ફરીથી વરસાદના છાંટા શરૂ થતાં આયોજકો અને ગરબા રસિકો હવે એવી પ્રાર્થના કરી રહ્યા છે કે મેઘરાજા હવે કૃપા કરે અને આવતીકાલ સુધી વિરામ લે, જેથી બાકીના નોરતાના આયોજન સુચારુરૂપે પૂર્ણ થઈ શકે.
(11:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
