<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

મોરબીના અમરેલી રોડ પરથી દેશી બંદુક સાથે એક ઝડપાયો.

આરોપીના કબજામાંથી દેશી બંદુક નંગ ૦૧ કીમત રૂ ૨૦૦૦ કબજે લઈને આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના વિસીપરા અમરેલી રોડ પરથી પોલીસે દેશી હાથ બનાવટની બંદુક સાથે એક શખ્શને  ઝડપી લઈને આર્મ્સ એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

      મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે વિસીપરા અમરેલી રોડ પર સૌરાષ્ટ્ર નળિયાના કારખાના પાસે એક શખ્શ દેશી બંદુક સાથે આંટા ફેરા કરે છે જેથી ટીમે સ્થળ પર રેડ કરી હતી અને સૌરાષ્ટ્ર નળિયાના કારખાના પાસેથી આરોપી ઈબ્રાહીમ ઉર્ફે ડાડો આદમ ચનાણી (રહે કાંતિનગર મોરબી ૨ મૂળ રહે બેલા (આમરણ) વાળાને ઝડપી લઈને આરોપીના કબજામાંથી દેશી બંદુક નંગ ૦૧ કીમત રૂ ૨૦૦૦ કબજે લઈને આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

(12:48 AM IST)