<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન

વિજયા દશમીએ બપોરે સાડા ત્રણ વાગ્યે મહારાણા પ્રતાપ સર્કલથી રેલી શરૂ થશે ન્યુ પેલેસમાં આવેલ મોમાઈ માતાજીનાં મંદિરે રેલીને પૂરી થયા બાદ શસ્ત્રપૂજન

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દશેરાના દિવસે પરંપરાગત રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને મહારાણા પ્રતાપ સર્કલથી રેલી શરૂ કરવામાં આવશે જે મોરબીના ન્યુ પેલેસમાં આવેલ મોમાઈ માતાજીનાં મંદિરે પૂર્ણ કરવામાં આવશે અને ત્યાર બાદ ત્યાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાશે.

     મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે વિજયા દશમીના દિવસે મહારેલી અને શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મહારેલી અનો શસ્ત્ર પુજનનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા તા.2 ને ગુરુવારના રોજ વિજયા દશમીએ બપોરે સાડા ત્રણ વાગ્યે મહારાણા પ્રતાપ સર્કલથી રેલી શરૂ કરવામાં આવશે અને મોરબીના ન્યુ પેલેસમાં આવેલ મોમાઈ માતાજીનાં મંદિરે રેલીને પૂરી કરવામાં આવશે અને ત્યાર બાદ ત્યાં શાસ્ત્ર પૂજનનો કાર્યક્ર્મ યોજાશે.
     આ રેલીમાં ક્ષત્રિય ભાઈઓ રજવાડી પોશાકમાં તલવાર અને સાફા સાથે જોડાશે. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જીલ્લા રાજપુત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ જાડેજા અને તેની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

(1:00 AM IST)