<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

નરેન્‍દ્રભાઈને પોસ્‍ટકાર્ડ લખી વ્‍યક્‍ત કરી આભારની લાગણી

કૃષિ-ડેરી આયાત પર પ્રતિબંધથી કચ્‍છની દૂધ ઉત્‍પાદક મંડળીઓ તથા પશુપાલકોમાં આનંદની હેલી : આ ઐતિહાસિક નિર્ણયથી સહકારી મંડળીઓ તથા દૂધ ઉદ્યોગને સીધો લાભ મળતા તેના પરિણામે પશુપાલકો તથા દૂધ ઉત્‍પાદક મંડળીઓ આર્થિક રીતે વધુ સક્ષમ બની શકશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧ :.  ભારત સરકાર દ્વારા કળષિ અને ડેરી ઉદ્યોગના હિતમાં લેવામાં આવેલા મહત્‍વપૂર્ણ નિર્ણયોથી કચ્‍છના ગામડાઓમાં પશુપાલકોમાં આનંદ અને ઉત્‍સાહની લાગણી છવાઈ ગઈ છે.સહકારથી સમળદ્ધિ પ્રોજેક્‍ટ અંતર્ગત કેન્‍દ્ર સરકારે તાજેતરમાં વિદેશથી કળષિ અને ડેરી ઉત્‍પાદનોની આયાત પર પ્રતિબંધ મૂકયો છે તેમજ જીએસટીના દરોમાં રાહત આપી છે. આ ઐતિહાસિક નિર્ણયથી સહકારી મંડળીઓ તથા દૂધ ઉદ્યોગને સીધો લાભ મળ્‍યો છે. પરિણામે પશુપાલકો તથા દૂધ ઉત્‍પાદક મંડળીઓ આર્થિક રીતે વધુ સક્ષમ બની શકશે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના સહકારિતા ક્ષેત્રને મજબૂત બનાવવાના વિઝન અંતર્ગત લેવામાં આવેલા આવા દૃઢ નિર્ણયોનો લાભ દેશભરના સહકારી મંડળીઓને મળી રહ્યો છે. આથી કચ્‍છના અંજાર તાલુકાની સરહદ ડેરી કચ્‍છ જિલ્લા દૂધ ઉત્‍પાદક સંઘ લિમિટેડના સભ્‍યો,પશુપાલકો અને સંઘના સભાસદો  દ્વારા એક સાથે વડાપ્રધાનશ્રીને પોસ્‍ટકાર્ડ લખીને અભિનંદન પાઠવ્‍યા અને દિલથી આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં અંજાર ધારાસભ્‍ય ત્રિકમભાઈ છાંગા, સરહદ ડેરી ચેરમેન  વલમજીભાઈ હુંબલ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન  ઘેલાભાઈ આહિર, અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શોભનાબા જાડેજા, અંજાર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ભુરાભાઈ આહિર, અંજાર નગરપાલિકા ઉપપમુખ શ્રીમતિ શિલ્‍પાબેન બુદ્ધભટ્ટી, અંજાર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ  દુદાભાઈ બરારિયા,  પરમાંભાઈ પટેલ સહિતના ઉચ્‍ચ અધિકારીઓ જોડાયા હતાં. આ સાથે કોડકી ગામના ડી.યુ. એસ.એમ કરછ મિલ્‍ક યુનિયન અને  ચંદ્રનગર ખોખરા નીલકંઠ દૂધ ઉત્‍પાદક સહકારી મંડળીના સભાસદોએ પણ સાથે જોડાઈને પોસ્‍ટકાર્ડ લખી આભારની લાગણી વ્‍યક્‍ત કરી હતી.

(12:02 PM IST)