News of Wednesday, 1st October 2025
ગાંજાના જથ્થા સાથે પકડાયેલ ગોંડલના એજાજને PIT NDPS હેઠળ જેલમાં ધકેલાયો
રૂરલ એસઓજીની ટીમે એજાજ મકરાણીને ઝડપી અમદાવાદ જેલમાં ધકેલી દિધો

રાજકોટ તા. ૧ :.. ગાંજાના જથ્થા સાથે પકડાયેલ ગોંડલના શખ્સને પીઆઇટી એનડીપીએસ એકટ હેઠળ અમદાવાદ જેલમાં ધકેલી દેવાયો હતો.
જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ અગાઉ માદક પદાર્થ સાથે પકાડાયેલ ઇસમો વિરૂધ્ધ પીઆઇટી એનડીપીએસ દરખાસ્ત મોકલી આપવા સુચના કરેલ, જે અનુસંધાને એસ. ઓ. જી. શાખાના પો. ઇ. એફ. એ. પારગી દ્વારા અગાઉ અટકાયતમાં લીધેલ એજાજ ઉર્ફે મામુ દિલાવરભાઇ મકરાણી (ઉ.૪૦) રહે. ગોંડલ ગુંદાળા દરવાજા પાસે અજય ટ્રાન્સપોર્ટની પાછળ, ગઢની રાંગવાળી શેરી, અભીભીનું નાકુ હાલ રહે. ગોંડલ, વોરાકોટડા રોડ, આવાસ યોજના કવાર્ટર જી. રાજકોટ સામે પીઆઇટી એનડીપીએસ પીએસની દરખાસ્ત કરતા આ દરખાસ્તને મંજૂરી મળતા રૂરલ એસઓજીએ એજાજને પકડી પાડી અમદાવાદ જેલમાં ધકેલી દિધો હતો.
પકડાયેલ એજાજ સામે અગાઉ વિરપુર, શાપર-વેરાવળ તથા ગોંડલ પોલીસે મથકમાં એનડીપીએસ એકટ હેઠળ ગુન્હાઓ નોંધાયા છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
